તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
પિયાનો, વાયોલિન અને તબલાના ત્રિવેણી સંગમથી રચાયેલ ગ્રુપ ‘‘રસિયા''ની રાજકોટના આંગણે પ્રથમ પ્રસ્તુતિઃ સંગીતની સીમાઓને ઓળંગતી એક સંવેદનાત્મક યાત્રા બની
અભિષેક વ્યાસની મકરંદિકા વિણાએ ભારતીય ગિટારવાદનની સંસ્કારિત અને આધુનિક બન્ને અભિવ્યક્તિને નવી ઓળખ આપી

રાજકોટઃ સપ્તસંગીતિની સંગીતયાત્રાનો પાંચમો દિવસ યુવા કલાકારોની સર્જનાત્મક ઊર્જા અને વિચારસભર પ્રસ્તુતિથી વિશેષ યાદગાર બન્યો હતો. પરંપરાગત શાષીય સંવેદના સાથે આધુનિક લ્લષ્ટિકોણ અને સંશોધનાત્મક અભિગમનો સુભગ સમન્વય મંચ પરથી સ્પષ્ટ અનુભવો મળતો હતો. યુવા કલાકારોએ પોતાની કલાને માત્ર પ્રસ્તુત ન રાખી, પરંતુ તેને નવો આયામ આપવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના પાંચમાં દિવસના પેટ્રન એચ. જે. ઇન્ડિયા પ્રા. લિ હતા તથા શુભેચ્છક સ્થાને ડો. હર્ષા અને ડો. દેવેન્દ્ર દેકીવાડીયા રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ટ્રોથ ઇન્સ્યોરન્સનાં ઉમેશભાઈ દોશી સહિતના મહાનુભાના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ ચરણમાં અભિષેક વ્યાસની મકરંદિકા વિણા પરની પ્રસ્તુતિ ભારતીય ગિટારવાદનની સંસ્કારિત અને આધુનિક અભિવ્યક્તિ તરીકે ખાસ નોંધપાત્ર રહી હતી. અભિષેક વ્યાસના સંશોધન અને રચનાત્મક લ્લષ્ટિથી વિકસિત થયેલી આ મકરંદિકા વિણા, પરંપરાગત વિણાની આત્માને જાળવી રાખતી હોવા છતાં, ગિટારના તારવાદન જેવી સુગમતા અને અભિવ્યક્તિ ધરાવે છે. તેમની આંગળીઓના સ્પર્શથી ગિટાર ભારતીય રાગાત્મક ભાષા બોલતી હોય એમ લાગતું હતું. તેમની સાથે નિશાંત શર્માનું તબલાવાદન આ પ્રસ્તુતિને સુંદર આધાર આપતું હતું. અભિષેક વ્યાસનું ગિટારવાદન પરંપરા અને સંશોધન વચ્ચેનું એક સુભગ સંવાદ બની રહ્યું હતું. મકરંદિકા વિણાની ગિટારવાદનની શૈલીમાં થયેલી રજૂઆતએ ભારતીય તારવાદ્યોની પરંપરામાં એક નવું અધ્યાય ઉમેર્યું હતું. અભિષેક વ્યાસે રાગ પુરિયા કલ્યાણ આલાપ- જોડ - જાલા સાથે વિલંબિત અને દ્રુતલયમાં રજુ કર્યો હતો. કાર્યક્રમના બીજા ચરણ માં પિયાનો, વાયોલિન અને તબલાના ત્રિવેણી સંગમથી રચાયેલું ગ્રુપ ‘‘રસિયા'' જ્યારે રાજકોટના આંગણામાં તેઓની પ્રથમ પ્રસ્તુતી સાથે મંચ પર અવતરીતું થયું, ત્યારે સંગીત માત્ર સાંભળવાની અનુભૂતિ નહીં પણ એક જીવંત સંવાદ બની ગયું. શુભેન્દુ રાવ અને સાસકિયા રાવના સુપુત્ર ઈશાન રાવના પિયાનોવાદન માં પヘમિના સ્વરો ભારતીય સંવેદનામાં ઓળઘોળ થતા હોય તેવું લાગતું હતું. ઈશાન રાઓ એ સન્મુખપ્રિયા રાગ માં પિયાનોનું સોલો પિયાનો વગાડ્યું હતું. પિયાનોની સુક્ષ્મ કીબોર્ડ પર તેમની આંગળીઓમાંથી વહેતી ધ્વનિમાં સંયમ, કલ્પનાશીલતા અને આંતરિક ભાવની પ્રગાઢ છાપ સ્પષ્ટ અનુભવાતી હતી. આ સંગીતીક વહેણને યજ્ઞેશ રાયકરના વાયોલિને મધુર ઉડાન આપી હતી. ઈશાન ઘોષ અને યજ્ઞેશ રાયકર એ રાગ તિલક કામોદમાં ઝપતાલમાં કોયલીયા બોલે અંબુવા કી ડાર રચના પેશ કરી હતી. વાયોલિનના સ્વરો પિયાનોની હાર્મની સાથે એવી સહજ રીતે એકરૂપ થતી હતી કે બંને વાદ્યો એકબીજાના પૂરક બની શ્રોતાઓને સંગીતના નવા આયામોમાં લઈ ગયા. ઈશાન ઘોષના તબલા વાદને આ સમગ્ર રચનાને લયનો આધાર આપ્યો. તેમના તાલવિસ્તારમાં શાષીય પરંપરાનો ગૌરવ અને આધુનિક અભિવ્યક્તિની ચેતનતા બંનેનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. રસિયા ગ્રુપના કલાકારો એ પ્રખર તબલાવાદક પં. ઝાકીર હુસૈનજી ને શક્તિ આલ્બમની રચના શ્રદ્ધાસુમન રૂપે અર્પણ કરી હતી. સૌદાદ, હારવેસ્ટ અને રિઓ જેવી રચનાઓ પેશ કરી શ્રોતાઓને આફરીન કરી દીધા હતા. વીસ થી ચોવીસ વર્ષની ઉંમરના ગ્રુપ ‘‘રસિયા''ની આ પ્રસ્તુતિ સંગીતની સીમાઓને ઓળંગતી એક સંવેદનાત્મક યાત્રા બની. અલગ સંસ્કૃતિઓ અને પરંપરાઓના વાદ્યો એક જ મંચ પર સંવાદ કરતા હતા, જ્યાં ભાષા નહીં, ભાવ બોલતો હતો. સમગ્ર સંગીતસભા દરમ્યાન આ યુવા કલાકારોની પ્રસ્તુતિમાં આત્મવિશ્વાસ, તકનીકી પરીપક્વતા અને સંગીત પ્રત્યેની ગંભીર સમજ સ્પષ્ટ દેખાતી હતી. તેમની કલાપ્રસ્તુતિએ સાબિત કર્યું કે પરંપરા અને આધુનિકતા વચ્ચે સંવાદ શક્ય છે જે સંગીતને વધુ સમૃદ્ધ બનાવે છે. સપ્તસંગીતિના પાંચમા દિવસનો આ સંગીતાનુભવ શ્રોતાઓના મનમાં લાંબા સમય સુધી સુવાસિત રહી જશે, તેવો ભાવ સૌ શ્રોતાગણના ચહેરા પર ઝળહળી ઊઠ્યો હતો
દિવસ ૦૬: આજના કાર્યક્રમના
જાન્યુઆરીના કલાકારોનો સંક્ષિપ્ત પરિચય
સેશન ૦૧: ડો. ભાવિક માંકડ (ગાયન): રાજકોટમાં જન્મેલા અને મોટા થયેલા ડો. ભાવિકમાં માંકડ હાલ વડોદરા ખાતે ભારતની પ્રખ્યાત સંગીત વિશ્વવિદ્યાલય એમ એસ યુનિવર્સિટીમાં પ્રતીપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવિક માંકડે પંડિત અરુણ કશાલકરજી અને ઓજસ પ્રતાપસિંગ પાસે તાલીમ લીધી છે અને પોતાની ડોક્ટરે ડિગ્રી દિલ્હી યુનિવર્સિટી થી પ્રાપ્ત કરી છે તેમણે અનેક સંગત સંમેલનમાં પોતાનું ગાયન રજૂ કરેલું છે અને રાજકોટના એક આશાસ્પદ યુવા ગાયક કલાકાર છે અને ભૂતકાળમાં પણ સપ્તશૃંગી તેના મંચ પર પોતાની કલા પ્રદર્શિત કરી હતી. આકાશ ત્રિવેદી (તબલા) આકાશ ત્રિવેદી છે ગુજરાતના તબલાવાદક છે અને પંડિત યોગેશજી સમસીજી પાસે તાલીમ લઈ રહ્યા છે. અકુલ પાંચાલ (હાર્મોનિયમ): પંડિત સુધીર નાયકજીના શિષ્ય અકુલ પંચાલ હાર્મોનિયમવાદક છે. તે અનેક કલાકારો સાથે હાર્મોનિયમ સંગત કરી ચૂક્યા છે અને સોલો પરફોર્મન્સ પણ આપી રહ્યા છે. હાલમાં તેઓ અમદાવાદ સ્થિત છે.
સેશન ૦૨: પંડિત વિશ્વ મોહન ભટ્ટ (મોહન વિણા) પં. વિશ્વ મોહન ભટ્ટ એ ફકત ૧૭ વર્ષ ની ઉમરે પヘમિી વાદ્ય ગીટાર માં ભારતીય શાષીય વાદ્યો સિતાર, સરોદ અને વીણાના સંયોજનથી મોહન વીણા નામના વાદ્ય ની શોધ કરી છે. વિશ્વ મોહન ભટ્ટ બાજ શૈલી માં તેમની કુદરતી ક્ષમતા થી તંત્રકારી અંગ અને ગાયકી અંગના સંયોજનને મોહન વીણા પર બખુબી વગાડી જાણે છે, જે તેમના સંગીતની ઉતકૃષ્ટ વિશેષતા છે. તેમના શાષીય સંગીતના યોગદાન બદલ તેમને ભારતમાં પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનીત કરાયેલ છે અને તેઓ વિશ્વ પ્રસિદ્ધ ગ્રેમી એવોર્ડ ના પણ વિજેતા છે, જે ભારત દેશ માટે ગર્વ ની બાબત છે. તેમનુ ભારતિય શાસ્ત્રીય સંગીત માં બહોળુ યોગદાન છે. તેમણે મોહન વિણા ના સર્જન દ્વારા પヘમિી અને ભારતીય શાસ્ત્રીય સંગીતના અનન્ય મિશ્રણ ની શકયતાઓને નવી ઉચાંઇઓ આપી છે. તો સપ્તસંગીતિ ૨૦૧૮ના મંચ ઉપર પોતાની કલાનો પરિચય આપી ચુક્યા છે. અભિષેક મિશ્રા (તબલા): અભિષેક મિશ્રા પ્રતિભાશાળી અને ઉભરતા તબલા વાદક તરીકે સંગીતજગતમાં નામના મેળવી રહ્યા છે. તેમને બાળપણથી જ હિદુસ્તાની શાષીય સંગીત પ્રત્યે ઊંડો લગાવ હતો. પ્રખ્યાત ગુરુઓની માર્ગદર્શન હેઠળ અભિષેકે તબલાના વિવિધ ઘરાનો, લયવિકાસ તથા બોલ-પ્રયોગમાં નિપુણતા હાંસલ કરી છે
(4:41 PM IST)










