તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
પ્રદિપ દવે (બકા)એ વિદાય લીધી
રાજકારણના એક સુવર્ણ યુગનો તારલો ખરી પડયો

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને સ્વ. મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી તથા સ્વ. મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સમયમાં જેમનો અપ્રતિમ રાજકીય દબદબો હતો તેવા શ્રી પ્રદિપ દવે (બકાભાઈ)નું આજે દુઃખદ અવસાન થયુ છે.
અકિલા પરિવાર સાથે ૪ દાયકાનો સંબંધ યથાવત રહ્યો હતો. તાજેતરમાં જ એવા જ અને એ જ સમયના ધુરંધર રાજકીય અગ્રણી સ્વ. પૃથ્વીસિંહ જાડેજા (બાવા)એ વિદાય લીધી હતી.
તેના પગલે હવે ‘બકા'ભાઈએ પણ વિદાય લેતા તેમના મિત્ર વર્તુળ સમકાલીન રાજકીય અગ્રણીઓમાં ભારે દુઃખની લાગણી ફેલાયેલ છે.
(4:20 PM IST)










