News of Wednesday, 7th January 2026
આજી જીઆઇડીસીના પડતર પ્રશ્નો ઉકેલવા હર્ષ સંઘવીએ દાખવ્યુ હકારાત્મક વલણ
આજી જીઆઇડીસી એસો. દ્વારા ટેકસ ભારણ સહિતના મુદ્ રજૂઆત

રાજકોટઃ તા.૭, કલેકટર કચેરી-રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પધારેલ ત્યારે આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોદેદારો દ્વારા વર્ષો જુના પડતર પ્રશ્નોની રજૂઆત કરેલ.
જેમાં મુખ્યત્વે આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝએસોસિએશનના ઉદ્યોગકારોને પડતા ડબલ ટેક્ષ ભારણની રજૂઆત કરાઇ હતી.
હર્ષ સંઘવી તથા મિસ. મમતા વર્મા (IAS)-પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા આ પ્રશ્નો અંગે રાજકોટ મહાનગર પાીલકાના કમિશ્નરશ્રી તુષાર સુમેરા સાથે મળી અમદાવાદ અને જામનગર મહાનગર પાલિકા સાથે થયેલ MOU ના રોલ મોડેલને ધ્યાને રાખી વહેલામાં વહેલી તકે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ ઉપરોકત પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાહેધરી આપેલ.
જે બદલ આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પ્રીન્સીપલ સેક્રેટરી મિસ. મમતા વર્મા (IAS) તથા RMC કમીશ્નરશ્રી તુષાર સુમેરાનો ખુબ આભાર વ્યકત કરેલ છે.
(4:48 PM IST)










