<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સોમનાથ સ્‍વાભિમાન પર્વ-ર૦ર૬ અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે બેઠક

 

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં તા. ૭ થી ૧૧ જાન્‍યુઆરી ૨૦૨૬ દરમ્‍યાન સોમનાથ સ્‍વાભિમાન પર્વ-૨૦૨૬ અંતર્ગત સોમનાથ મંદિર ખાતે પૂજા, દર્શન અને મંત્રોચ્‍ચાર સાથે કાર્યક્રમો કરવામા માટે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્‍યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીની ઉપસ્‍થિતિમાં વચ્‍યુઅલ બેઠક યોજવામાં આવેલ જે અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્‍વાભિમાન પર્વ-૨૦૨૬ અંતર્ગત રાજકોટ મહાનગરના મુખ્‍ય ઈન્‍ચાર્જ તરીકે શહેર ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા અને સહઈન્‍ચાર્જ તરીકે પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૧૪ ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષીની નિમણુંક કરવામાં આવેલ હતી.   રાજકોટ મહાનગરના સોમનાથ સ્‍વાભિમાન પર્વ - ૨૦૨૬ અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ તકે રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રદેશમંત્રી બિનાબેન આચાર્ય સહિત શહેર હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી, સેલના સંયોજક સહસંયોજક સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિેરેન્‍દ્રસિંહ ઝાલાએ એક યાદીમાં મહાનગરના વોર્ડના કાર્યકર્તાઓ, વોર્ડમાં રહેતાં સ્‍થાનિક સ્‍તરના સમાજના આગેવાનો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના કાર્યકર્તાઓ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ૭૨ કલાક વોર્ડના મોટા શિવ મંદિરોમાં શિવ ધૂન અને સવાર-સાંજ આરતીમાં ઉપસ્‍થિત રહેવા જણાવ્‍યું હતું.

(4:13 PM IST)