તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 7th January 2026
મનપાની તીજોરી તળીયા ઝાટક ર૦૦ કરોડની લોન લેવાશે
આ તમામ પ્રક્રિયા માટે મ્યુનિ. કમિશનરને સત્તા સોંપવા દરખાસ્ત

રાજકોટ તા.૭ :.. મનપાની તિજોરી તળીયા ઝાટક થતા પ્લોટનું વેચાણ તેમજ બોન્ડ થકી અને અલગ અલગ સરકારી ગ્રાંટો ઉપર આધાર રાખવો પડી રહ્યો છે જેમાં આ વર્ષે પણ ડોર ટુ ડોર ગાર્બેટ કલેકશન અને ફાયરના સેટઅપમાં ખર્ચ વધતા મહેકમ ખર્ચમાં તોતીંગ વધારો થતાં ૨૦૦ કરોડની લોન લેવા માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ભારત સરકારની અમળત ૨.૦ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાનાં રૂા.૧૨૭૪.૫૫ કરોડના કામી મંજુર કરવામાં આવેલ, જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂા.૪૨૨.૭૫ કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૨૬૪.૨૨ કરોડ એમ અમળત ૨.૦ યોજના હેઠળ કુલ ૬૮૬.૯૭ કરોડની ગ્રાન્ટ તથા સ્વર્ણિમ યોજના હેઠળ ૧૦૫.૨૫ કરોડની ગ્રાન્ટ મળશે. જે મુજબ મહાનગરપાલિકાનાં ફાળા પેટે કુલ રૂા.૪૮૨.૩૩ કરોડની જરૂૂરીયાત રહેશે. જે પૈકી રૂા.૧૦૦ કરોડનાં નાણા મ્યુનિસીપલ બોન્ડ મારફત એકત્ર કરવામાં આવેલ અને વધારાના રૂા.૩૮૨.૩૩ કરોડ મ્યુનિસીપલ ફંડમાંથી ચુક્વવાનાં રહે છે.નનઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશનનાં ખર્ચમાં વધારો થયેલ છે તથા ફાયર બ્રિગેડનાં સેટઅપમાં વધારો થતા તેના મહેકમ ખર્ચમાં વધારો થયેલ છે. ઉપરોક્ત બાબતો ધ્યાને લેતા મહાનગરપાલિકાને આવનાર સમયમાં રૂા.૨૦૦ કરોડ જેટલી વધારાનાં નાણાની જરૂૂરીયાત રહશે, જે વેરા આવક દ્વારા ઉપલબ્ધ થઇ શકે એમ ન હોય, આ અર્થે મહાનગરપાલિકાને લોન લેવાની જરૂરીયાત જણાય છે.
જે માટે જરૂરી સત્તા સોંપણી કરવાની રહે છેઃ રૂા.૨૦૦ કરોડ સુધીની આ નાણાકીય જરૂૂરીયાત અર્થે રાષ્ટ્રીયકળત બેંકો, ખાનગી બેંકો, અર્બન શેડયુલ્ડ કો-ઓપરેટીવ બેંકોઅથવા રાજ્ય સરકાર પાસેથી શ્રીનિધી યોજના હેઠળ લોન કે રાજ્ય સરકારની સંસ્થાન - પાસેથી કે સ્પે ફંડ બચત ઉપાડ (વ્યાજેથી)માંથી કોઈ પણ પ્રકારની સિકયોરિટી વગર લોન અથવા ઓવર ડ્રાફટ, લાઈન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા અર્થે તથા ધી જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ ૧૦૯, ૧૧૦, ૧૧૦, ૧૧૧ હેઠળ કોર્પોરેશનને નાણા ઉછીના લેવાની સત્તા હોય, કમિશનર દ્વારા ઉપરોકત વિગતો મુજબ રૂા. ૨૦૦ કરોડ સુધીની લોન અથવા ઓવર ડ્રાફટ, લાઈન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા માટે તમામ પ્રકિયા કરવા અને નિર્ણય લેવા માટે તથા દસ્તાવેજ કરવા સતા મ્યુનિસિપીલ કમિશનરશ્રીને આપવા. ઉપરોક્ત બાબતોએ રૂા.૨૦૦ કરોડ સુધીની લોન અથવા ઓવર ડ્રાફટ, લાઈન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા માટે તમામ પ્રક્રિયા કરવા અને નિર્ણય લેવા માટે તથા દસ્તાવેજ કરવા મ્યુનિસિપીલ કમિશનરને સત્તાસોંપણી કરવામાં આવી છે.
(4:12 PM IST)










