તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
જિલ્લા પંચાયતના માત્ર ચાર-પાંચ સભ્યો બેઠકમાં હાજરઃ ગંભીર નોંધ

રાજકોટ, તા. ૭: પ્રદેશ ભાજપ દ્વારા સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત સંદર્ભે આજે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માએ બોલાવેલ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના તમામ ૩૦ સભ્યો અપેક્ષિત હતા અને તે અંગેની લેખિત જાણ કરવામાં આવેલ છતા માત્ર ચાર-પાંચ સભ્યો જ હાજર રહયા પાર્ટીએ તેની ગંભીર નોંધ લઇ ભાજપ સંગઠન અને પંચાયતના જવાબદારોને ઠપકો આપ્યાનું જાણવા મળે છે. ગેરહાજર સભ્યોનો ખુલાસો પુછવા જણાવવાનું કહેવાય છે.
જિલ્લા પંચાયતના જે સભ્ય અથવા તેના પ્રતિનિધિ સોમનાથ બેઠકમાં હાજર હતા તેમાં પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી ઉપરાંત વિરલ પનારા, લીલાબેન ઠુમર, જનક ડોબરિયા, વિનુભાઇ ઘડુક વગેરેનો સમાવેશ થાય છે. પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોટાભાગના સભ્યો નિરૂત્સાહી દેખાય છે તે માટે એકથી વધુ કારણોને જવાબદાર માનવામાં આવે છે.
(3:57 PM IST)










