તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં યોજાનાર વાઇબ્રન્ટ કોન્ફરન્સ દરમ્યાન મંજુરી વગર સભા-સરઘસ પર પ્રતિબંધ
પોલીસ કમીશનર બ્રજેશ ઝા દ્વારા જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા માટે બહાર પડાયુ જાહેરનામુ

રાજકોટ તા.૭: આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, વિશ્વના ટોચના તેમજ દેશના ઉદ્યોગપતિઓ, કેન્દ્રીય-રાજ્યના મંત્રીશ્રીઓ, દેશ-વિદેશની કંપનીઓના સી.ઇ.ઓ. પધારનાર છે. આ સમિટમાં આતંકવાદી ગતિવિધિ, સ્થાનિક અસામાજીક તત્વોની ગેરકાયદેસર પ્રવળત્તિ તેમજ અન્ય સુરક્ષાને હાનિ પહોંચાડતી પ્રવળત્તિને ધ્યાને લેતા કોઇપણ પ્રકારની સુલેહ-શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિ‘ર શ્રી બ્રજેશ કુમાર ઝાએ પરવાનગી વગર જાહેર જગ્યા/રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોને કોઇ સભા બોલાવવા કે ભરવા ઉપર અને કોઇ પણ જાતની સભા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો અમલ તા.૦૭/૦૧/૨૦૨૬ ના કલાક ૦૦/૦૦થી તા.૧૩/૦૧/૨૦૨૬ના કલાક ૨૪/૦૦ સુધી પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
સભા, સરઘસ, રેલી, ધરણાની મંજુરી અંગે અરજદારે એકથી વધારે પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોય તો તેવા સંજોગોમાં સંબંધિત ડી.સી.પી.શ્રીને અરજદારે અરજી કરવી પરંતુ એક જ પો.સ્ટે વિસ્તાર આવતો હોય તો તેવા સંજોગોમાં જે તે પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રીને દિન-૭ પહેલા અરજી કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્તપણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે અને આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
સભા, સરઘસ, રેલી, ધરણા દરમ્યાનમાં ઉપરોક્ત શરતોનો ભંગ થાય અથવા કોઇ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી પરવાનેદારની રહેશે. સભા, સરઘસ, રેલી, ધરણા દરમ્યાન જાહેર જગ્યામાં અથવા જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઇક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ અધિકળત કરેલ અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહીં. તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકાશે નહીં. આવી પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઇએ, અને તેનો ઉપયોગ કરનાર વ્યકિતની તેના ઉપર સહી હોવી જોઇએ. સભા, સરઘસ, રેલી, ધરણા દરમ્યાન માઇક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ ઉપરોક્ત અવાજની માત્રા દર્શાવતા શીડયુલ પ્રમાણે સવાર કલાક ૦૬/૦૦થી રાત્રી કલાક ૨૨/૦૦ સુધી જ રહેશે.
કોઇ ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી હોલ, કે ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ ધાર્મિક/સામાજીક કે અન્ય કોઇપણ પ્રકારની સભા કે કોઇ કાર્યક્રમ કરવા અંગે કોઇ મંજુરી લેવી જરૂરી નથી તેમજ મ્યુઝીક સીસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઇ પ્રતિબંધ નથી. પરંતુ તેનો અવાજ જે તે સ્થળથી બહાર જવો જોઇએ નહી.
સભા, સરઘસ, રેલી, ધરણાની મંજુરી દરમ્યાન માઇક સીસ્ટમ વાજીંત્રનો પરવાનો ધરાવનાર વ્યકિત આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય અથવા નુકસાન અટકાવવા માટે પોલીસ કમિશ્નર અથવા તેઓના તરફથી અધિકળત કરેલ કોઇપણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદ્દત માટે કોઇપણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઇક સીસ્ટમ/વાજીંત્ર વાપરવાની મનાઇ કરવાનો હુકમ કરી શકશે.
આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યકિતઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. રાજકોટ શહેરમાં પોલીસ હેડ કોન્સટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા અધિકળત કરવામાં આવે છે.
(3:48 PM IST)










