<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પીસીબીએ રૂા.૧.૯૦ લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે જયેશ ઉર્ફ જયુને પકડયો

સરકારી પ્રેસ રોડ પ્રભાત કોમ્‍પલેક્ષ પાસે દરોડોઃ એમપીથી જથ્‍થો લાવ્‍યાનું રટણ : પ્રભાસપાટણના શખ્‍સે પુછતાછમાં થાન વાવડીના સંજયનું નામ આપ્‍યું: પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ આર. કે. જાડેજા અને પી. બી. ત્રાજીયાની ટીમોની કાર્યવાહી : મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૭: દારૂની હેરાફેરી ડામવા કાર્યરત પીસીબીની ટીમે વધુ એક દરોડામાં દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને સરકારી પ્રેસ રોડ પ્રભાત કોમ્‍પલેક્ષ નજીકથી ઝડપી લીધો છે. અન્‍ય એક શખ્‍સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. મધ્‍યપ્રદેશ તરફથી આ શખ્‍સ દારૂ ભરી લાવ્‍યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ હાથ ધરાવમાં આવી છે.

ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી વોક્‍સવેગન પોલો કાર નં. જીજે૦૧કેએફ-૧૭૩૭ને આંતરી લેવાઇ હતી. કારમાં તપાસ કરતાં અંદરથી લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમ.એલ.ના ૭૨૦ ચપલા કિંમત રૂ. ૧,૯૦,૦૮૦ના મળી આવતાં તે તથા બે લાખની કાર કબ્‍જે કરી ચાલક જયેશ ઉર્ફ જયુ અનીલભાઇ મકવાણા (ઉ.વ. ૨૭), રહે. પ્રભાસ પાટણ, વેરાવળ (મુળ રહે. ડેડકીયા, મેંદરડા)ની ધરપકડ કરી હતી. તેની પુછતાછમાં થાનના વાવડી ગામના સંજય રમેશભાઇ બાહુકીયાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. હરદેવસિંહ રાણા, કિરતસિંહ ઝાલા,  કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા,  કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર,  હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા શખ્‍સે મધ્‍યપ્રદેશ તરફથી દારૂ ભરી લાવ્‍યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

(3:46 PM IST)