News of Tuesday, 6th January 2026
નક્ષ ફાઉન્ડેશન અને જય બાબારી રામા મંડળ દ્વારા કાલે રકતદાન કેમ્પ

રાજકોટ તા. ૬ : નક્ષ ફાઉન્ડેશન અને જય બાબારી રામા મંડળ દ્વારા થેલેસેમીયાના દર્દીઓ અને સીવીલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે કાલે તા. ૭ ના બુધવારે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે કાલે તા. ૭ ના બુધવારે સવારે ૭ થી બપોરના ર વાગ્યા સુધી રાજેશ્વર મહાદેવ મંદિર, રાજદીપ સોસાયટી, ૪૦ ફુટ રોડ, મવડી ખાતે યોજાનાર આ કેમ્પમાં રકતદાન કરનાર તમામને ગીફટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાશે.વધુને વધુ લોકોએ રકતદાન કરવા નક્ષ ફાઉન્ડેશન અને જય બાબારી રામા મંડળ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રીતિબેન પટેલ, મહેશભાઇ કમાણી, યોગેશભાઇ પટેલ, રવિભાઇ પટેલ, હરદીપસિંહ જાડેજા, કેયુરભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:16 PM IST)










