<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

શનિવારે શહેરના ગગનમાં રંગબેરંગી પતંગોની રંગોળી થશે

મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ ૧૦મીએ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે આયોજનઃ મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓઃ પદાધિકારીઓની સ્‍થળ મૂલાકાત

રાજકોટ તા.૬: મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે ૧૦મી જાન્‍યુઆરી શનિવારના રોજ કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬'યોજાશે. આ મહોત્‍સવમાં આંતરરાષ્‍ટ્રીય પતંગવીરો ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ''માં ભાગ લેનાર છે. ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે ત્‍યારે પદાધિકારીઓ અને અધિકારીઓ સ્‍થળ મુલાકાત કરી હતી.

ગુજરાત રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલના ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્‍થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્‍યના વિવિધ શહેરોમાં આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજવાની શરૂઆત કરવામાં આવેલ હતી. જે પરંપરા મુજબ આ વર્ષે પણ રાજ્‍ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્‍ત ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનુ રાજકોટ ખાતે તા.૧૦ શનિવારના રોજ સવારે ૦૯ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરેલ છે. 

 આ ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬''માં ઓસ્‍ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્‍બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્‍ડ, સ્‍વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, બિહાર, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્‍ટ બેંગાલ સહિત વિવિધ રાજ્‍યોના પતંગવીરો ભાગ લેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬''ના અનુસંધાને આયોજન અને વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬''ના અનુસંધાને આયોજન અને વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ તા.૦૬ મંગળવારના રોજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સમીર ધડૂક, સિટી એન્‍જીનીયર, સહાયક કમિશનર, મેનેજર, ડેપ્‍યુટી સિટી એન્‍જીનીયરઓ, વોર્ડ ઓફિસરઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અન્‍ય અધિકારીઓ-કર્મચારીઓ, ગુજરાત પ્રવાસન વિભાગના પ્રતિનિધિશ્રી તેમજ એજન્‍સીના પ્રતિનિધિઓ સાથે પતંગ મહોત્‍સવ સ્‍થળની મુલાકાત કરવામાં આવી જેમાં, મુખ્‍ય સ્‍ટેજ, સાઉન્‍ડ, એન્‍ટ્રી પોઈન્‍ટ, વી.આઈ.પી. ર્પાકિંગ, જનરલ ર્પાકિંગ, પતંગવીરોના સ્‍ટોલ, ડાયસ કાર્યક્રમ, પ્રેસ-મીડિયા વ્‍યવસ્‍થા, સલામતી બંદોબસ્‍ત, સફાઇ વગેરે બાબતોનું રીવ્‍યું કરવામાં આવ્‍યું તેમજ અધિકારીઓને તથા વિવિધ કામની એજન્‍સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી અને કાર્યક્રમ ખૂબ સફળ થાય તે મુજબ કામગીરી કરવા જણાવવામાં આવેલ.

મનપાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ ‘‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૬'' નિહાળવા ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ પાઠવ્‍યુ છે

(4:00 PM IST)