તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
ગરૈયા જ્ઞાનપીઠ સંકુલમાં ખેલ મહાકુંભનો દબદબાભેર પ્રારંભ : વિવિધ રમતોમાં છાત્રો ભાગ લેશે
ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, બેડમીન્ટન, એથ્લેટીક્સ, કેરમ, ચેસ સહિત વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન

રાજકોટ : ગરૈયા જ્ઞાનપીઠ સંકુલ આતે બી.જી. ગરૈયા આયુર્વેદ કોલેજ તથા બી.જી. ગરૈયા હોમિયોપેથી કોલેજના સંયુક્ત આયોજન હેઠળ ખેલ મહાકુંભ-૨૦૨૬ના ઉદ્ધાટન યોજાએલ. વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી બાઇક રેલી પ્રદર્શન, મશાલ પ્રજ્વલન તથા દીપ પ્રજ્વલન સાથે ખેલ મહાકુંભનો સત્તાવાર આરંભ થયો. કાર્યક્રમમાં પ્રાર્થના તથા ગણેશ સ્તુતિ દ્વારા શુભાશય વ્યક્ત કરવામાં આવ્યો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જિમ્નાસ્ટિક્સ, સૂર્યનમસ્કાર અને યોગ પ્રદર્શન રજૂકરવામાં આવ્યું, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ પિરામિડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખેલ મહાકુંભ-૨૦૨૬ની આગામી દિવસોની કાર્યક્રમ રૂપરેખા અને રમોત્સવની સમગસૂચિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.
ઉદ્ધાટન સમારોહમાં ગરૈયા જ્ઞાનપીઠના ટ્રસ્ટીઓ સર્વશ્રી વનરાજભાઇ ગરૈયા, રામભાઇ ગરૈયા તથા એભલભાઇ ગરૈયા, આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ તેમજ હોમિયોપેથી કોલેજના પ્રિન્સિપાલની ઉપસ્થિતિ હતી.
કાર્યક્રમના અૂંતિમ ચરણમાં ડો. ફાલ્ગુની જોષી દ્વારા આભારવિધિ બાદ રાષ્ટ્રગીતનું ગાન અને રિબન કટિંગ દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું સત્તાવાર ઉદ્ધાટન કરવામાં આવ્યું.
ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત ૧૦ જાન્યુઆરી સુધી ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, બેડમિન્ટન, એથલેટિક્સ, કેરમ, ચેસ સહિત વિવિધ ઇનડોર અને આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:51 PM IST)










