તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
રાજકોટ કલેકટરનો સપાટો : બાયોડીઝલ તથા સસ્તા અનાજના દુકાનદારોનો લાખોનો જથ્થો રાજયસાત
બાયોડીઝલ-ઘઉં-ચોખા સહિતના માલ અંગેના કેસો ચાલી જતા હુકમો

રાજકોટ, તા. ૬: જિલ્લા કક્ષાની તથા રાજ્યકક્ષાની પુરવઠા વિભાગની વિવિધ ટીમો દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલ તાલુકાઓ ખાતે બાયોડીઝલના નામે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનું અનઅધિકળત રીતે ખરીદ-વેચાણ તથા સંગ્રહ કરતા ઇસમોની પેઢીની તપાસણી કરવામાં આવેલ. તપાસણી સમયે જણાયેલ ક્ષતિઓ / ગેરરીતી સબબ હાજર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીને સીઝર કરવામાં આવેલ છે. તેમજ તપાસણી સમયે હાજર જથ્થામાંથી લેવાયેલ નમૂના એફ.એસ.એલ., ગાંધીનગર ખાતે પળથ્થકરણ અર્થે મોકલવામાં આવેલ. જે નમૂનાનું પ્રવાહી BIO DIESEL (B-100) લાક્ષણિકતાઓને સંતોષતુ ન હોય, અનઅધિકળત રીતે ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહીનું ખરીદ-વેચાણ અને સંગ્રહ કરવામાં આવતુ હોવાનું ફલીત થાય છે. જેથી અનઅધિકળત રીતે મળી આવેલ ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહી બાબતે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૬એ હેઠળ કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા નીચે મુજબની વિગતે કુલ-૪,૦૦૦ લીટર જથ્થો રાજ્યસાત કરવામાં આવેલ છે.
ક્રમ તાલુકાનું નામ પેઢીનું નામ/સરનામું જથ્થો કરેલ કાર્યવાહીની વિગત
૧ જસદણ જસદણ તાલુકાના ગોંડલ ચોકડી પાસે, ૪,૦૦૦ લીટર ૪,૦૦૦ લીટર પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો
બાપાસીતારામ હોટલની પાછળ, ૧૦૦% મુજબ રાજયસાત કરવા અંગે હુકમ
બી.પી.સી.એલ. કંપનીના સત્યસાંઇ કરવામાં આવેલ છે.
પેટ્રોલપંપની સામે આવેલ ખુલ્લા પ્લોટ ખાતે
બાયોડીઝલ પંપની તપાસણી
આજ પ્રકારે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અનઅધિકળત અનાજના જથ્થાઓ પકડી સિઝર કરવામાં આવેલ છે. જે અંતર્ગત કુલ-૫ આસામીઓને રૂ. ૪,૧૧,૪૨૬/- નો દંડ તથા અનાજનો કુલ-૧,૫૩,૯૬૫.૪૦૦ કિ.ગ્રા. અનાજનો જથ્થો રાજયસાત કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ તાલુકાનું નામ પેઢીનું નામ/સરનામું જથ્થો કરેલ કાર્યવાહીની વિગત
૧ જસદણ જસદણ-ગઢડીયા ચોકડી ખાતે ટાટા કંપનીનો ૨૭,૧૯૦ કિ.ગ્રા. ચોખા ૨૭,૧૯૦ કિ.ગ્રા. નો જથ્થો
માલવાહક ટ્રક નં. GJ-12-BW-9432 માં ૧૦૦ટકા મુજબ રાજ્યસાત કરી, જથ્થાની
શંકાસ્પદ અનાજનો જથ્થો કબ્જે કરવા બાબત. કુલ કિંમતના ૧૦્રુ મુજબ રૂ. ૭૩,૪૧૩
નો દંડ કરવામાં આવેલ છે.
૨ રાજકોટ શહેર રાજકોટ શહેરના પરસાણા નગરના ગોડાઉન ૩૧,૪૦૦ કિ.ગ્રા. ઘઉં ૮,૬૦૦ કિ.ગ્રા. તથા ચોખા
માંથી પકડેલ ઘઉં - ચોખાનો ગેરકાયદેસર જથ્થો ૨૨,૮૦૦ કિ.ગ્રા. નો જથ્થો ૧૦૦ ટકા
મુજબ રાજ્યસાત કરી જથ્થાની કુલ
કિંમતના ૧૦ ટકા મુજબ રૂા. પ૧,૧૦૦ નો
દંડ કરવામાં આવેલ છે.
૩ ઉપલેટા ઉપલેટાના રઘુવીર બંગલાના ગોડાઉનમાંથી મળી ૯૦,૪૨૫.૪૦૦ ઘઉં રર, ૩૬ર કિ.ગ્રા. ચોખા
આવેલ ઘઉં-ચોખાનો અનઅધિકળત રીતે મળી કિ.ગ્રા. ૬૮,૦૫૪.૪૦૦ કિ.ગ્રા. તથા તુવેરદાળ
૯ કિ.ગ્રા. નો જથ્થો ૧૦૦ટકા મુજબ
રાજ્યસાત કરી, જથ્થાની કુલ કિંમતના
૧૦ ટકા મુજબ રૂ. ૧,૮૫,૫૪૪ નો દંડ
કરવામાં આવેલ છે.
૪ ગોંડલ ગોંડલ તાલુકાના ભરૂડી ટોલનાકા પાસેથી ૪,૯૫૦ કિ.ગ્રા. ચોખા ૩૩,૩૬૦ કિ.ગ્રા. નો જથ્થો
અનધિકળત ચોખાનો અનઅધિકળત જથ્થો મળવા કુલ કિંમતના ૧૦્રુ મુજબ રૂ. ૮૩,૪૦૦
બાબત. નો દંડકરવામાં આવેલ છે.
૫ જેતપુર શ્રધ્ધા એન્ટર પ્રાઇઝ, જલારામ મંદીર પાછળ, ૬૯૧૧ કિ.ગ્રા. ઘઉં ૬,૯૧૧ કિ.ગ્રા. નો જથ્થો મુક્ત
જુનાગઢ રોડ, જેતપુર કરવામાં આવેલ છે. તેમજ તપાસણી
સમયે જણાયેલ ક્ષતિઓ સબબ જથ્થાની
કુલ કિંમતના ૧૦્રુ મુજબ રૂ. ૧૭,૯૬૯
નો દંડ કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લા ખાતે આવેલ વાજબી ભાવનની દુકાનની તપાસણી તાલુકાકક્ષાએ તથા જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ હોય, તપાસણી સમયે જણાયેલ ક્ષતિઓ/ગેરરીતીઓ પરત્વે તેઓની સામે ખાતારાહે પગલા લેવામાં આવેલ. તેમજ સરકારના ઠરાવ/પરિપત્ર મુજબ તપાસણી સમયે સિઝર કરવામાં આવેલ જથ્થાની બજાર કિંમતના બમણાદરે દંડ કરવામાં આવેલ. જે હુકમથી નારાજ થઇ વાજબી ભાવના દુકાનદાર દ્વારા કલેકટર, રાજકોટ સમક્ષ અપીલ અરજી દાખલ કરવામાં આવેલ. જે અપીલ અરજી કલેક્ટર સમક્ષ ફેસ ચાલી જતા દંડ તથા પરવાના તળેની જમા અનામત રાજ્યસાત કરવામાં આવેલ છે. જે અંતર્ગત કુલ-૧ વાજબી ભાવના દુકાનદારને રૂ. ૧,૮૪,૯૯૩/- નો દંડ તથા રૂ. ૫૦૦૦/- પરવાના તળેની જમા અનામત રાજ્યસાત કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ તાલુકાનું નામ પરવાનેદારનું નામ/સરનામું દંડની વિગત
૧ જેતપુર વાજબી ભાવના પરવાનેદારશ્રી શૈલેષભાઇ સુરેશભાઇ ૧,૮૪,૯૯૩ /- તથા પરવાના તળેની જમા અનામત રૂ. ૫૦૦૦/- ચૌધરી, ગોંડલ દરવાજા, જેતપુર રાજ્યસાત
(3:48 PM IST)










