<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગુરૂવારે રાજકોટમાં સર્વજ્ઞાતિય ૧ર૬ લાડલી દિકરીઓના સમુહલગ્નોત્‍સવ

સી.આર. પાટીલ, જગદીશ વિશ્વકર્મા, મનસુખભાઇ માંડવીયા, હર્ષ સંઘવી સહિતના નેતાઓની ઉપસ્‍થિતિ યુનિટી ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા આયોજન : કરિયાવરમાં દિકરીઓને ૧૦૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે

રાજકોટ : યુનિટી ફાઉન્‍ડેશન દ્વારા સમાજહિત અને સામાજિક સમરસતાને પ્રોત્‍સાહન આપવાના હેતુસર સર્વજ્ઞાતિય સમુહલગ્નનું ભવ્‍ય આયોજન આગામી તા. ૮ જાન્‍યુઆરી ગુરૂવારના રોજ ૧પ૦ ફુટ રીંગ રોડ, પરસાણા ચોક, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૧ર૬ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

દરેક દિકરીઓને દાતાઓના સહયોગથી કરિયાવર સ્‍વરૂપે ૧૦૦ થી વધુ જીવનજરૂરી વસ્‍તુઓ આપવામાં આવશે. આ સમૂહ લગ્નમાં પચ્‍ચીસ હજારથી વધારે લોકો માટે ભોજનની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ હોવાનું સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમ સી.આર. પાટીલ (કેન્‍દ્રીય મંત્રી જળશક્‍તિ મંત્રાલય ભારત સરકાર)ની અધ્‍યક્ષતામાં યોજાશે. જગદીશભાઇ વિશ્વકર્મા (પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ) મનસુખલાલ માંડવીયા (કેન્‍દ્રીય મંત્રી), હર્ષ સંઘવી(નાયબ મુખ્‍યમંત્રી તથા ગૃહ રાજય મંત્રી) તથા સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા યુનિટી ફાઉન્‍ડેશનના ચેરમેન ભરતભાઇ બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ) પરેશભાઇ ગજેરા (પ્રમુખ આરબીએ, પ્રમુખ હરેશભાઇ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઇ તોગડીયા, સેક્રેટરી જીજ્ઞેશભાઇ કિયાડા, રાજેશભાઇ વૈષ્‍ણવ, અશ્વિનભાઇ રૂપાપરા, નૈમિષભાઇ પટેલ, હરકિશન સોજીત્રા, વિપુલભાઇ પટેલ, ચંદ્રેશભાઇ પાદરીયા, ધીરૂભાઇ આસોદરીયા, સંજયભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે યુનિટી ફાઉન્‍ડેશનના  ઉપ પ્રમુખ વિજયભાઇ તોગડીયા (એડવોકેટ) મો. ૯૦૩૩૩ર૩ર૧૦ નો સંપર્ક કરી શકાય છે.

(4:19 PM IST)