News of Monday, 5th January 2026
શહેરમાંથી મચ્છરજન્ય રોગ ગાયબઃ શરદી-તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના કેસ વધ્યાઃ ૨૧૩૯ દર્દી
મનપા દ્વારા ૨૧૫૬૯ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૫૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૬૨ને નોટીસ

રાજકોટ, તા. ૫: શહેરમાં મિક્ષ ઋતુ વચ્ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૨૧૩૯ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના કેસ નોંધાયા નથી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૯ થી ૪ જાન્યુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૨૧૩૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ૧૧૩૧ તેમજ સામાન્ય તાવના ૭૯૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૧૨ તથા ટાઇફોઇડના ૧ સહિત કુલ ૨૧૩૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૧૩૧ તેમજ સામાન્ય તાવના ૭૯૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૧૨ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના ૨ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૬૨ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૧૫૬૯ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા૭૫૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૬૩ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૬૨ લોકોને નોટીસ આપવામાં આવી હતી
(4:14 PM IST)










