<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

રાજકોટ કોર્પોરેશનની શાળાના પાંચ શિક્ષકોને નિઓરાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા આઉટસ્‍ટેન્‍ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬થી સન્‍માનિત

રાજકોટઃ નિઓરાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની શાળાઓમાં શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો ચાલે છે તેમા  મોરપીંછની કલગીરુપ શ્રેષ્ઠ શિક્ષકો ને આઉટસ્‍ટેન્‍ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬ એનાયત કરવાની શરુઆત ચાલુ વર્ષથી કરવામાં આવી છે.  બાળકોના પાયાના શિક્ષણથી લઈને કારકિર્દીના ધડતરમાં શિક્ષકોનો સિહફાળો પ્રસંશનિય અને પૂજાનિય હોય છે. જેમાં રાજકોટ મહાનગરપાલીકાની શાળાઓના તમામ શિક્ષકોમાંથી વિવિધ માપદંડો જેવા કે શિક્ષકોના શ્રેષ્ઠ જ્ઞાન, વિશિષ્ટ કૌશલ્‍ય અને ઉમદા અભિગમ તેમજ એમના સામાજિક, સાંસ્‍કૃતિક, સેવાકીય ક્ષેત્રે યોગદાન, શિક્ષકોનું વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે નો સંબંધ, શિક્ષણના પોતાના કાર્યમાં ક્રિએટિવિટી વગેરે જેવા જુદા જુદા માપદંડોના આધારે તેમના કાર્યોને મુલવી તેમાંથી પાંચ શિક્ષકોની પસંદગી કરી તેમની કાર્યનિષ્ઠાને વધાવવા અને સન્નમાનિત કરવા માટે તેમને નિઓરાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા આઉટસ્‍ટેન્‍ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬ થી નવાઝવામાં આવ્‍યા હતા.

સપ્ત સંગીતિ ૨૦૨૬ ના મંચ પર સંસ્‍થાના ડિરેક્‍ટર, પેટ્રનશ્રીઓ અને રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નરશ્રી તુષાર સુમેરાના હસ્‍તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ એવોર્ડ માટે જે પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં રાજેશ ગડારા, ડો. હેતલ પારિયા, આશાબેન ગજ્જર, નયનકુમાર રુદકિયા અને ગોદાવરીબેન ભાલોડીયાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ સાથે તેમને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ત્રણ શિક્ષકો આશાબેન ગજ્જર, નયનકુમાર રુદકિયા અને ગોદાવરીબેન ભાલોડીયાને દરેકને રોકડ પુરસ્‍કાર અંકે રૂા. ૧ લાખ તથા રાજેશ ગડારા અને ડો. હેતલ પારિયા આ બન્ને શિક્ષકોને અંકે રુ. ૫૦ - ૫૦ હજારની રોકડ રાશી અને પ્રમાણપત્ર અર્પણ કરી તેમના કાર્યોને બિરદાવી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

(2:45 PM IST)