<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સુશ્રી. માલિની અવસ્‍થીજીની ઠુમરીગઝલ અને ચૈતન્‍ય મહેતા અને વનશ્રી રાવલના સ્‍વતંત્ર હાર્મોનિયમવાદનની પ્રસ્‍તુતિઓએ કાર્યક્રમને અવિસ્‍મરણીય બનાવ્‍યો

સપ્તસંગીતિના મંચ પર પ્રથમવાર બે યાદગાર સંગીતપ્રયોગ

રાજકોટઃ સપ્તસંગીતિ ૨૦૨૬ ના બીજા દિવસે મંચ પર પ્રથમવાર એકાકી હાર્મોનિયમ વાદનની અનોખી પ્રસ્‍તુતિ દ્વારા હાર્મોનિયમની સ્‍વતંત્ર કલાત્‍મક શક્‍તિ ઉજાગર થઈ હતી. ત્‍યારબાદ પ્રથમ વખત સુશ્રી. માલિની અવસ્‍થીજી દ્વારા રજુ કરવામાં આવેલ ઠુમરી અને ગઝલને સમર્પિત કાર્યક્રમમાં ઉપશાષાીય સંગીતની ભાવસભર મધુરતા શ્રોતાઓ સુધી પહોંચી હતી. બંને કાર્યક્રમોએ પરંપરા અને નવીનતાનો સુંદર સંયોગ જોવા મળ્‍યો હતો. યુવા અને પ્રખ્‍યાત કલાકારોની સંવેદનશીલ રજૂઆતે સંગીતરસિકોને મંત્રમુગ્‍ધ કર્યા. સપ્તસંગીતિની આઠ વર્ષની સંગીતયાત્રામાં આ બંને પ્રસ્‍તુતિઓ એક મહત્‍વપૂર્ણ અને યાદગાર અધ્‍યાય બની હતી. કાર્યક્રમની શરુઆત પ્રથમ દિવસના પેટ્રન રોલેક્‍સ રીંગ લિમિટેડ પરિવાર તેમજ શુભેચ્‍છક સ્‍થાને શ્રીમતી જયશ્રીબેન અને શ્રી અશોકભાઈ સુરેલીયાના શુભ હસ્‍તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

સભાના પ્રથમ ચરણમાં સપ્તસંગીતિના મંચ પર પ્રથમવાર એકાકી હાર્મોનિયમ વાદનની અનોખી અને સ્‍મરણિય પ્રસ્‍તુતિ ચૈતન્‍ય મહેતા અને વનશ્રી રાવલ દ્વારા કરવામાં આવી. પરંપરાગત રીતે સંગત વાદ્ય તરીકે ઓળખાતા હાર્મોનિયમને કેન્‍દ્રસ્‍થાને રાખી, બંને યુવા કલાકારોએ રાગોની સુક્ષ્મ સમજ, લયબદ્ધ અભિવ્‍યક્‍તિ અને સ્‍વરવિસ્‍તારની સમૃદ્ધતા સાથે શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા. ચૈતન્‍ય મહેતા અને વનશ્રી રાવલના હાર્મોનિયમવાદનમાં રાગવિસ્‍તાર, આલાપ, તાનમાં સ્‍પષ્ટતા અને લયકારીમાં સંતુલન વિશેષ રીતે માણવા મળ્‍યું હતું. પ્રથમ તેમણે દાદા ગુરુ તુલસીદાસજીની રચનાઓ રાગ પુરિયા કલ્‍યાણ તાલ ઝપતાલમાં અને બીજી દ્રુત તીનતાલમાં પ્રસ્‍તુત કરી હતી.

સપ્તસંગીતિના મંચ પર પ્રથમ વખત પદ્મશ્રીથી સન્‍માનિત પ્રખ્‍યાત ગાયિકા સુશ્રી. માલિની અવસ્‍થીજી દ્વારા ઠુમરી અને ગઝલ જેવા ઉપશાષાીય સંગીતને સમર્પિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજકોટના સંગીતરસિકો માટે આ પ્રસંગ ઐતિહાસિક બની રહ્યો, કારણ કે શહેરના આંગણે પ્રથમવાર ઠુમરીગઝલની ભાવસભર સંધ્‍યાએ અનોખી સંગીતમય અનુભૂતિ આપી. હિદુસ્‍તાની શાષાીય સંગીતનો મજબૂત પાયો ધરાવતા માલિનીજીની ગાયકીમાં પરંપરા અને અનુભૂતિનો સુંદર સમન્‍વય સ્‍પષ્ટ રીતે ઝળહળી ઊઠ્‍યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં માલિનીજી એ મિશ્ર ખમાજ રાગ માં  દેખે બીના ના હી ચેન સુંદર  ઠુમરી રજૂ કરી. જેમાં તેમના કંઠમાં પ્રેમ અને વિરહની ભાવનાઓ સહજ રીતે વ્‍યક્‍ત થતી હતી.

માલિની અવસ્‍થીના કંઠે રજૂ થયેલી ગઝલની પેશકશ શ્રોતાઓ માટે એક અનોખો અનુભવ બની રહી. હિદુસ્‍તાની શાષીય સંગીતની પાયાની તાલીમથી ઘડાયેલો તેણીનો સ્‍વર જ્‍યારે ગઝલની નાજુક લાગણીઓ સાથે મળ્‍યો, ત્‍યારે દરેક શબ્‍દમાં ઊંડો ભાવ અને સંવેદનાની સુગંધ છલકાઈ ઉઠી હતી. તેમની અવાજની મૃદુતા, નિયંત્રણ અને અર્થસભર ઉચ્‍ચારણે ગઝલને માત્ર ગાયકી નહીં, પરંતુ હૃદય સુધી પહોંચતો સંવાદ બનાવી દીધો. ગઝલના અંતરાઓમાં માલિનીજીની ભાવસભર અભિવ્‍યક્‍તિ અને શાષાીય શિસ્‍તના સુમેળથી દર્શકો મંત્રમુગ્‍ધ થયા હતા.

માલીનીજી સાથે હાર્મોનિયમ પર ધર્મનાથ મિશ્રાની સંયમિત અને સરસ્‍વતી સંગત તથા પંડિત કિશન મહારાજજીના દોહિત્ર યુવા તબલાવાદક પં. શુભ મહારાજની લયસભર અને સંવેદનશીલ સાથસંગતીએ સમગ્ર પ્રસ્‍તુતિને મજબૂત આધાર આપ્‍યો હતો. સંગત અને ગાયન વચ્‍ચેનો સંવાદ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જીવંત રહ્યો હતો. ઠુમરીગઝલના આ વિશેષ કાર્યક્રમને શ્રોતાઓ તરફથી ઉત્‍સાહભર્યો પ્રતિસાદ મળ્‍યો અને સપ્તસંગીતિના મંચ પર ઉપશાષાીય સંગીતની આ અનોખી રજૂઆત એક યાદગાર સંગીતસંધ્‍યા તરીકે નોંધાઈ.  જયારે માલિનીજીએ શ્રોતાઓને પુછયું કે શું સાંભળશો, તો ફરમાઇશને માન આપી બેગમ અખ્‍તરની ગઝલ કુછ દુનિયા કી ઇનાયતને તોડ દિયા રજૂ કરી. ત્‍યારબાદ અમીર ખુશરો નું લોકગીત રાગ તિલક કામોદમાં કાહે કો બિહાઇ બિદેશ ખૂબ ભાવસભર રીતે રજૂ કર્યું. અંતમાં રાગ ભૈરવીમાં નયન કી મત મારો તલવરિયા રજૂ કરી સભાનું સમાપન કર્યું હતું.

(2:43 PM IST)