તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
જિલ્લા પંચાયતમાં તા.૧૯મીએ કારોબારી બેઠક : મહિનાના અંતમાં સામાન્ય સભાઃ બજેટ માટે નવેસરથી બેઠક બોલાવાશે
ગુરૂવારે સિંચાઇ સમિતિની બેઠકઃ ચૂંટણી સમયસર યોજાશે તો નવા શાસકો બજેટ રજુ કરશે, ચૂંટણી મોડી થશે તો હાલના શાસકો ફેબ્રુઆરીમાં બજેટ આપશે

રાજકોટ તા. ૫ : જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખના શાસનના છેલ્લા મહિનાઓના દિવસો પસાર થઈ રહ્યા છે .એક પછી એક સમિતિઓની બેઠક મળી રહી છે .તારીખ ૮ ગુરુવારે સિંચાઈ સમિતિની બેઠક મળશે .તારીખ ૧૯ જાન્યુઆરીએ સોમવારે સવારે ૧૧:૩૦ વાગે કારોબારી સમિતિની બેઠક મળશે .ત્યારબાદ મહિનાના અંતમાં સામાન્ય સભા બોલાવાશે .છેલ્લે ઓક્ટોબરમાં સામાન્ય સભા મળી હતી .પંચાયતમાં દર ત્રણ મહિને સામાન્ય સભા બોલાવવાની પ્રણાલીકા છે .બજેટના સમય બાબતે હજુ કંઈ સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થયું નથી .
જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર હાલ વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત છે .તારીખ ૧૯મીની કારોબારીમાં આવશ્યતા મુજબની કામગીરી થશે .સત્તાવાર એજન્ડા એક બે દિવસમાં પ્રસિદ્ધ થઈ જશે .કારોબારીમાં બજેટ મંજુર થાય પછી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવાનું હોય છે. આ વખતની કારોબારીમાં બજેટ લેવાનું નથી તેથી બજેટ માટે કારોબારી સમિતિ અને સામાન્ય સભા સંભવત ફેબ્રુઆરીમાં નવેસરથી બોલાવવામાં આવે તેવા સંજોગો છે .
જિલ્લા પંચાયતની ચૂંટણી સમયસર ફેબ્રુઆરીમાં યોજાય તો નવા નાણાકીય વર્ષનું બજેટ નવા ચૂંટાયેલા શાસકો મંજૂર કરશે .જો ચૂંટણી મોડી થવાની હોય અને ૧૬ માર્ચ પછી વહીવટદાર શાસન આવવાનું હોય તો બજેટ રજૂ કરવાની જવાબદારી વર્તમાન શાસકોની રહેશે ્બજેટ બાબતે સરકાર તરફથી કોઈ માર્ગદર્શન આવ્યું નથી ્વર્તમાન શાસકોએ હાલ તો રાબેતા મુજબ સમિતિઓની બેઠક અને સામાન્ય સભા બોલાવવાનું નક્કી કર્યું છે. ૧૯મીની કારોબારી પછી જાન્યુઆરી અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રારંભે જ સામાન્ય સભા મળશે બજેટ માટે જરૂર પડયા મુજબ ફેબ્રુઆરીમાં ખાસ બેઠક બોલાવવામાં આવશે.
(2:42 PM IST)










