<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વડાપ્રધાન સાથે વિવિધ દેશના રાજદૂતો તથા પ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્‍ગજો હાજરી આપશેઃ નરેન્‍દ્રભાઇના હસ્‍તે વાયબ્રન્‍ટનું ઉદઘાટન : જુઓ વિડિયો

કલેકટર કચેરી ખાતે નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પત્રકાર પરીષદમાં સતાવાર જાહેરાતઃ રાજકોટના ઇતિહાસમાં નવો અધ્‍યાય :રાજકોટ સહિત રાજયમાં નવી GIDC માટે જમીન સંપાદનઃ ૧૦પ૭ર ઉદ્યોગકારોને ૧૬૧૮ કરોડની સબસિડી અને સહાય ચૂકવાઇ : વડાપ્રધાનનો રોડ શો રદ થયો તે અંગે હર્ષ સંઘવીની જાહેરાતઃ અમે રોડ શોનું કહયું નથીઃ સમયના અભાવે રોડ શો રદ : આજે કલેકટર કચેરીમાં ઉદ્યોગકારો સાથે તમામ પ્રકારની સાંજ સુધી વન બાય વન મીટીંગ મળશે

કલેકટર કચેરીએ હર્ષ સંઘવીને આવકારતા જયંતિ રવી-મમતા વર્મા : ભરચકક પત્રકાર પરીષદ : રાજકોટઃ રાજયના નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે કલેકટર કચેરીએ પત્રકારોને સંબોધન કરવા આવી પહોંચ્‍યા ત્‍યારે તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત સચિવશ્રી જયંતિ રવી, શ્રી મમતા વર્મા, કલેકટર ડો. ઓમ પ્રકાશ તથા અન્‍ય તસ્‍વીરોમાં પત્રકારોને સંબોધતા શ્રી હર્ષ સંઘવી, બાજુમાં સચિવ શ્રી મમતા વર્મા, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) (૭.ર૪)

રાજકોટ, તા. ૦૫: આગામી ૧૧ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ રાજકોટ શહેરના ઈતિહાસમાં એક નવો અધ્‍યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરમાં પહેલીવાર વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરન્‍સ (VGRC) કચ્‍છ અને સૌરાષ્‍ટ્રનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેનું ભવ્‍ય ઉદ્ધાટન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે કરવામાં આવશે. આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્‍યું છે, તેમ આજે કલેકટર કચેરી ખાતે ભરચક પત્રકાર પરીષદમાં રાજયના નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સતાવાર જાહેરાત કરી હતી.

નાયબ મુખ્‍યમંત્રી અને રાજ્‍યના ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી રવિવારે બપોરે વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરન્‍સનું સત્તાવાર ઉદ્ધાટન કરશે. મારવાડી યુનિવર્સિટી પહોંચ્‍યા બાદ વડાપ્રધાનશ્રી વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરન્‍સ અંતર્ગત ૬ વિશાળ ડોમમાં તૈયાર કરાયેલ એક્‍ઝિબિશનનું ઉદ્ધાટન કરશે. મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, આ મહત્ત્વના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી સાથે વિવિધ રાષ્‍ટ્રના રાજદૂતો ઉપરાંત પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્‍ગજો, દેશ-વિદેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ હાજરી આપવાના છે.

મંત્રી શ્રી સંઘવીએ જણાવ્‍યું હતું કે, VGRC કચ્‍છ અને સૌરાષ્‍ટ્ર પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક, કળષિ, ઊર્જા, મત્‍સ્‍ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્‍સ એન્‍ડ ટેક્રોલોજી, ડિફેન્‍સ અને સ્‍ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્‍ટ્રીય તથા વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું મહત્‍વપૂર્ણ પ્‍લેટફોર્મ છે. આ પરિષદ દ્વારા રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, MSMEs, સ્‍ટાર્ટઅપ્‍સ તથા વિવિધ ક્ષેત્રોના સહભાગીઓને એકસાથે જોડવામાં આવશે.

‘રીજનલ એસ્‍પિરેશન એન્‍ડ ગ્‍લોબલ એમ્‍બિશન્‍સ' અંતર્ગત બે દિવસીય આ કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, ઉદ્ધાટન સમારંભ, એમ.એસ.એમ.ઈ. કોન્‍સ્‍લેવ, વેન્‍ડર ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ (VDP), વિવિધ વિષયક સેમિનારો, રાઉન્‍ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્‍તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો તેમજ સમાપન સત્ર સહિતના કાર્યક્રમો યોજાશે. ઊર્જા, હરિત વિકાસ, બ્‍લૂ ઇકોનોમી, સિરામિક, ઓટો અને પ્રિસિઝન એન્‍જિનિયરિંગ, કળષિ અને બાગાયત, મત્‍સ્‍ય ઉદ્યોગ, ડેટા સેન્‍ટર, ડિફેન્‍સ, ટેક્‍સટાઇલ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રહેલી તકો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ એક્‍ઝિબિશન (VGRE) તારીખ ૧૧ થી ૧૫ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી શહેરીજનો નિહાળી શકશે. જેમાં ખાસ કરીને રિવર્સ બાયર સેલર મિટ (RBSM), કલાકારો દ્વારા સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિ, આર્ટીઝન્‍સ દ્વારા તેમની કલા પ્રદર્શન, દૈનિક લકી ડ્રો, પોપ અપ સ્‍ટેજ, ઉદ્યમી મેળો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મંત્રી શ્રી સંઘવીએ જણાવ્‍યું હતું કે, VGRC રાજ્‍ય સરકારની ‘વિકાસ પણ, વિરાસત પણ' અને ‘આત્‍મનિર્ભર ગુજરાત'ની ભાવનાને આગળ ધપાવતું આયોજન છે, જે કચ્‍છ અને સૌરાષ્‍ટ્રને વિકાસના નવા શિખરો પર લઈ જવામાં મહત્‍વની ભૂમિકા ભજવશે. પત્રકાર પરિષદમાં રાજ્‍ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.તેમણે જણાવેલ કે GIDC એનર્જી તથા અન્‍ય ઉદ્યોગકારો સાથે આજે સાંજ સુધી વન બાય વન ગ્રુપ મીટીંગ યોજાશે. રાજકોટ વિકાસનું ગ્રોથ એન્‍જીન છે, આજ સુધીમાં ૧૦૪૩પ ઉદ્યોગકારોને ૯પ૬.પ૧ કરોડની સબસીડી અપાઇ છે, તો સૌરાષ્‍ટ્રના ૧૩૭ ઉદ્યોગકારોને ૬૬૧.૭૩ કરોડની સહાય અપાઇ છે.

શ્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે રાજકોટ સહિત રાજયના ૧૬ નવી GIDC માટે જમીન સંપાદન કરી લેવાઇ છે, નાના ઉદ્યોગકારોને પડતી મુશ્‍કેલી માટે અમે વન બાય વન મીટીંગ યોજી રહયા છીએ. તેમના તમામ મહત્‍વના પ્રશ્નો ઉકેલી લેવાશે.

વડાપ્રધાનનો રોડ શો રદ થયો તે અંગેના સવાલના જવાબમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે અમે રોડ શો અંગે કોઇ જાહેરાત કરી નથી, સમયના અભાવે રોડ શો રદ કરાયો છે.

પત્રકાર પરિષદમાં ઉપસ્‍થિત શ્રી જીતુભાઇ વાઘાણીએ પણ ઉમેર્યુ હતું કે અમે પણ બે દિવસ પહેલા વડાપ્રધાનનો રોડ શો કાર્યક્રમ ટેન્‍ટેટીવ હોવાનું જણાવેલ, ફાઇનલ બાબતો જાહેર કરી ન હતી.(૬.૧૩)

(3:03 PM IST)