તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
નાયબ મુખ્યમંત્રીની રાજકીય આગેવાનો-ધારાસભ્યો સાથે બેઠક : જુઓ વિડિયો

રાજકોટઃ શહેરની મારવાડી કોલેજ ખાતે વાઇબ્રન્ટ સમીટ યોજાનાર છે ત્યારે સમગ્ર આયોજનની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ સરકીટ હાઉસ ખાતે શહેર-જીલ્લા ભાજપના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ તથા નેતાઓ સાથે કાર્યક્રમ અંગે ચર્ચા કરી જરૂરી સૂચન કર્યા હતા. આ બેઠકમાં કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણી તથા મુકેશભાઇ દોશી, પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ મોહનભાઇ કુંડારીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતના આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:53 PM IST)










