તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
શાપરમાં ૧ મહિનાની તન્વીને શ્વાસ ચડયા બાદ બેભાનઃ મોત
ભંગાર વીણી ગુજરાન ચલાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: શાપર વેરાવળમાં આનંદ રેસીડેન્સીમાં રહેતાં દેવીપૂજક વિજયભાઇ સોલંકીની દિકરી તન્વી (ઉ.૧ મહિનો) સવારે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તન્વીને સવારે શ્વાસ ચડયા બાદ બેભાન થઇ ગયાનું સગાએ કહ્યું હતું. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બાળકી એક ભાઇ અને બે બહેનમાં નાની હતી. તેના પિતા ભંગાર વીણવાની મજૂરી કરે છે.
(3:02 PM IST)










