<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

સૌરાષ્‍ટ્ર વાયબ્રન્‍ટઃ વડાપ્રધાનના રોડ શોનો રૂટ ફાઇનલ કરવા નાયબ મુખ્‍યમંત્રી કાલે સાંજે રાજકોટમાં: સોમવારે મીટીંગઃ પત્રકાર પરિષદ

વાયબ્રન્‍ટ અંગે તમામ પ્રકારે સફળતાપૂર્વક તૈયારીઓ ચાલી રહી છેઃ વડાપ્રધાનનો ફાઇનલ કાર્યક્રમ હવે આવશે રોડ શોની જવાબદારી મ્‍યુ. કોર્પોરેશન હસ્‍તક હોય હર્ષ સંઘવી સોમવારે તમામ બાબતોનું જાતે નિરિક્ષણ કરશે

મારવાડી કોલેજ ખાતે ચાલી રહેલ વાયબ્રન્‍ટ સમિટ અંગે ચાલી રહેલ તડામાર તૈયારીઓ-ઉભા થઇ રહેલ મૂખ્‍ય ડોમ નજરે પડે છે.. ઇન્‍સેટ તસ્‍વીરમાં રાજયના નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવી વાયબ્રન્‍ટ અંગે રાજકોટ આવી રહયા છે તે જણાય છે.

રાજકોટઃ તા.૩,  રાજકોટ ખાતે આગામી ૧૧ થી ૧૩ જાન્‍યુઆરી દરમિયાન યોજાનારી ‘રિજનલ  વાઇબ્રન્‍ટ સમિટ'ની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ભવ્‍ય આયોજનને સફળ બનાવવા માટે રાજયના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંદ્યવી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, રવિવારે મોડી સાંજે રાજકોટ આવી પહોંચશે. તેઓ સોમવારે સવારથી જ સમિટના વિવિધ આયોજનો અને સુરક્ષા વ્‍યવસ્‍થાની ગ્રાઉન્‍ડ લેવલ પર સમીક્ષા કરશે, આ ઉપરાંત ૧ર મીએ કેન્‍દ્રિય ગૃહમંત્રી શ્રી અમીત શાહ પણ વાયબ્રન્‍ટ સમિટ અંગે આવી રહયાનું કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યુ હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શ્રી  હર્ષ સંદ્યવી સોમવારે સવારે મારવાડી યુનિવર્સિટી ખાતે રિજનલ વાઇબ્રન્‍ટ સમિટના સ્‍થળની મુલાકાત લેશે. અહીં તેઓ સમિટના મુખ્‍ય આયોજન સ્‍થળ, બેઠક વ્‍યવસ્‍થા તથા ડોમ  અને ટેકનિકલ પાસાઓની સમીક્ષા કરશે. ત્‍યારબાદ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સૂચિત રોડ-શોના રૂટનું પણ રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવશે.

સોમવારે સવારે ૧૧ વાગ્‍યે કલેક્‍ટર કચેરી ખાતે એક ઉચ્‍ચ સ્‍તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ બેઠકમાં નિયુક્‍ત કરવામાં આવેલા તમામ વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહેશે.દરેક વિભાગને સોંપવામાં આવેલી જવાબદારીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ લેવામાં આવશે.

આ સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ,શ્રી  હર્ષ સંદ્યવી પત્રકાર પરિષદને સંબોધન કરશે. જેમાં તેઓ રિજનલ વાઇબ્રન્‍ટ સમિટના હેતુ, અત્‍યાર સુધી થયેલી તૈયારીઓ અને આ સમિટથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને થનારા ફાયદાઓ વિશે માહિતી આપશે.

અત્રે એ નોંધનીય છે કે નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવી વડાપ્રધાનનો રૂટ ફાઇનલ કરવા ખાસ આવી રહયા છે, વડાપ્રધાનના રોડ શો અંગે કોર્પોરેશનને જવાબદારી સોંપાઇ છે, અને તે સંદર્ભએ સોમવારે સવારે તેઓ રોડ શો ના રૂટનું નિરિક્ષણ કરનાર હોવાનું જાણવા મળે છે.

(4:05 PM IST)