તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
પેડક રોડના ધવલ રાઠોડને બનેવી પારસે વાત કરવા માટે બોલાવી ધોકાવાળી કરી
ધવલની પત્નિ પૂજા સાથે મોટી બહેને ફોનમાં ગાળાગાળી કરતાં તેને ઠપકો દેતાં બનેવીએ ખાર રાખી વેલનાથપરા પાસે હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: પેડક રોડ પર ગેઇટની અંદર રહેતાં ધવલ નવીનભાઇ રાઠોડ (ઉ.વ.૩૧) નામના યુવાનને મોરબી રોડ વેલનાથ ફાટક પાસે ઓમનગરમાં રહેતાં તેના બનેવી પારસ ઠાકોરે વાત કરવાના બહાને બોલાવી ધોકાથી માર મારતાં માથા-શરીરે ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
ધવલે જણાવ્યું હતું કે હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવું છું. મારા સગા મોટા બહેન કિર્તીબેન ઓમનગરમાં સાસરે છે. તેણીએ મારા પત્નિ પૂજાને ફોન કરી વાતચીત દરમિયાન ગાળાગાળી કરી હતી. આથી મેં બહેનને ફોન કરી આ રીતે મારી પત્નિ સાથે માથાકુટ ન કરવી તેમ સમજાવતાં અમારે ભાઇ-બહેન વચ્ચે પણ ચડભડ થઇ હતી. આ પછી બનેવી પારસ ઠાકોરે સમાધાનની વાત કરવા બોલાવતાં હું ત્યાં જતાં મારી સાથે ઝઘડો કરી ધોકાથી હુમલો કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે ધવલનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(2:45 PM IST)










