<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

શાપરમાં ‘હિટ એન્‍ડ રન': બકાલુ લેવા નીકળેલા છોટુશાનું વાહનની ઠોકરે મોત

અજાણ્‍યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયોઃ પ્રોૈઢનું સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં મોત નિપજતાં પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨: શાપર વેરાવળમાં રહેતાં છોટુશા મેવાશા શાહમદાર (ઉ.વ.૫૦)નું હિટએન્‍ડ રનના બનાવમાં મોત થયું છે. શાકભાજી લેવા જતી વખતે આ પ્રોૈઢને અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળમાં રેહતાં છોટુશા શાહમદાર (ઉ.વ.૫૦) ૩૦મીએ સવારે સાડા નવેક વાગ્‍યે ઘરેથી ચાલીને ગંગા ગેઇટ નજીક માર્કેટમાં શાકભાજી લેવા જઇ રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક તેમને ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર છોટુશા મુળ બિહારના વતની હતાં. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને અગાઉ કંપનીમાં કામ કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં એક દિકરો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસ વધુ તપાસ કરે છે.

(4:00 PM IST)