News of Friday, 2nd January 2026
રવિવારે GPSC દ્વારા ટેક્ષ ઇન્સ્પેકટરની ભરતી માટે રાજકોટમાં પરીક્ષાઃ રપ કેન્દ્રો : પ,રરર ઉમેદવારો

રાજકોટ, તા., ર : રાજ્યમાં ૪ જાન્યુઆરીના રવિવારના રોજ GPSC દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ૩૨૩ જગ્યા પર ભરતી માટેની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં રાજકોટ જિલ્લામાં ૨૫ પરીક્ષા કેન્દ્ર પરથી ૫,૨૨૨ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી લેવામાં આવનાર આ પ્રિલિમ્સ એક્ઝામમાં નેગેટીવ ર્માકિંગ રાખવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો આગામી સમયમાં મેઈન્સની એક્ઝામ આપશે. રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લા મથકેથી GPSC દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં પરીક્ષાનો સમય બપોરે ૧૧ થી ૧ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જોકે પરીક્ષાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા કેન્દ્ર પર એન્ટ્રી મેળવી લેવાની રહેશે. આ એક્ઝામમાં કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જે માટેની એક બેઠક પણ ગઈકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી.
(4:13 PM IST)










