<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

મનપાની ઇ-વેસ્‍ટ નિકાલની વૈજ્ઞાનિક ઢબે પહેલઃ ૬ કિલો કચરો એકત્ર

તંત્રને ઇ-વેસ્‍ટ વાહનના પ્રથમ દિવસે જ વોર્ડ નં. ૧૩માં મળ્‍યો અદભુત પ્રતિસાદ ECS એજન્‍સી સાથે ભાગીદારીથી નાગરિકોને મળશે આર્થિક લાભ સાથે પર્યાવરણ સુરક્ષા

રાજકોટ, તા. રઃ મહાનગરપાલિકા શહેરને સ્‍વચ્‍છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્‍નશીલ છે. આ દિશામાં ઇલેક્‍ટ્રોનિક કચરા (E-Waste)ના યોગ્‍ય અને વૈજ્ઞાનિક નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધિકળત ECS (E-Waste Collection Services) એજન્‍સી સાથે સંકલન કરવામાં આવ્‍યું છે. આ યોજના અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરમાં કે ઓફિસમાં ઉપયોગમાં ન રહેલા ઇલેક્‍ટ્રોનિક સાધનો યોગ્‍ય રીતે સોંપીને પર્યાવરણ સુરક્ષામાં મહત્‍વપૂર્ણ યોગદાન આપી શકે છે તેમજ તેના બદલામાં આર્થિક લાભ પણ મેળવી શકે છે. આ E-Waste વ્‍હીકલનો આજ તા.૦૨-૦૧-૨૦૨૬ના રોજ વોડ નં.૧૩માંથી શુભારંભ કરવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે વ્‍હીકલની શરૂઆતમાં જ વોર્ડ નં.૧૩માંથી છ કી.લો. ઈ-વેસ્‍ટ એકત્ર થયેલ છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિના ચેરમેનશ્રી નીલેશભાઈ જલુએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

ECS દ્વારા વિવિધ પ્રકારના ઇ-વેસ્‍ટ માટે યોગ્‍ય રકમ ચૂકવવામાં આવશે ઇ-વેસ્‍ટમાં એર કન્‍ડીશનર (AC), વોશિંગ મશીન / રેફ્રિજરેટર, લેપટોપ, ડેસ્‍કટોપ કમ્‍પ્‍યુટર, ટેલિવિઝન, મોબાઇલ ફોન, સામાન્‍ય ઇ-વેસ્‍ટ વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે.

આ સમગ્ર પ્રક્રિયામાં નાગરિકોની સુવિધા માટે ફ્રી ડોર-ટુ-ડોર પિકઅપ સેવા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. ઇ-વેસ્‍ટ પિકઅપ બુક કરવા માટે નાગરિકો ટોલ ફ્રી નંબર ૧૫૫૩૦૪ અથવા મોબાઇલ નંબર +૯૧ ૮૯૮૦૦ ૦૪૦૦૦ પર સંપર્ક કરી શકે છે.

ઇ-વેસ્‍ટનો અયોગ્‍ય નિકાલ જમીન, પાણી અને હવામાં ગંભીર પ્રદૂષણ ફેલાવે છે તેમજ માનવ સ્‍વાસ્‍થ્‍ય માટે પણ જોખમી સાબિત થાય છે. આવા સંજોગોમાં ECS જેવી અધિકળત એજન્‍સી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇ-વેસ્‍ટનું રિસાયક્‍લિંગ કરવામાં આવે છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થાય અને મૂલ્‍યવાન સંસાધનોનું પુનઃઉપયોગ શકય બને.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિના ચેરમેનશ્રી નીલેશભાઈ જલુ દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઇલેક્‍ટ્રોનિક કચરાનો યોગ્‍ય નિકાલ કરી સ્‍વચ્‍છ રાજકોટ - હરિયાળું રાજકોટના સંકલ્‍પને સાકાર કરવામાં સહભાગી બને

(3:43 PM IST)