News of Friday, 2nd January 2026
અમીન માર્ગના નાલા પાસે થોરના ધંધાર્થી જયેશ પર પાઇપથી હુમલો
બાજુમાં થોર વેંચતા અબ્દુલે અને તેની પત્નિએ તું અમારા ગ્રાહક તોડે છે કહી માર મારી ધમકી પણ દીધી

રાજકોટ તા. ૨: મોરબી રોડ જકાત નાકા પાસે જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં જયેશ બાવાલાલ સોલંકી (ઉ.વ.૧૮)ને બપોરે અમીન માર્ગના નાલા પાસે હાથલાના થોર વેંચતો હતો ત્યારે બાજુમાં થોર વેંચી રહેલા અબ્દુલ અને તેની પત્નિએ ગ્રાહક બાબતે ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. જયેશના કહેવા મુજબ પોતે થોર વેંચતો હોઇ તેની પાસે વધુ ગ્રાહક આવતાં હોઇ બાજુમાં થોર વેંચતા અબ્દુલ અને તેની ઘરવાળીએ તું અમારા ગ્રાહક લઇ જાય છે, અમારા ગ્રાહકો તોડે છે તેમ કહી મારકુટ કરી ધમકી દીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(4:13 PM IST)










