તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
સૌરાષ્ટ્ર વાયબ્રન્ટઃ રાજકોટ કલેકટરે ૧૦૦ જેટલા અધિકારીઓ મોકલવા સરકારમાં દરખાસ્ત કરીઃ મામલતદારો-ડે.કલેકટરો-એડી.કલેકટરો આવશે
મારવાડી કેમ્પસની જવાબદારી તાલુકા મામલતદારને હવાલેઃ આખા સ્ટાફનો પમીથી મારવાડી ખાતે પડાવ : સ્ટાફના ઓળખપત્ર કાર્ડની જવાબદારી રાજકોટ સીટી પ્રાંત-૧ અને પશ્ચિમ મામલતદારને સોપાઇઃ કુલ ૩પ૦થી વધુના ઓર્ડરો નીકળશે : વિદેશથી આવતા મહેમાનો અંગેના ટ્રાન્સપોર્ટેશન રહેવા-જમવા અંગેની વ્યવસ્થા ડીએસઓ ને હવાલે ૩પ૦ ગાડીઓ બુક કરી લેવાઇ : શહેર-જીલ્લાનો તમામ મહેસુલ સ્ટાફ કલેકટરે ર૦ કમિટીના વડાને હવાલે મુકી દિધો જે તે કમિટીના વડા ઓર્ડરો કરશે : વડાપ્રધાનના રોડ શો વાયબ્રન્ટ સ્થળે મેદની એકઠી કરવા અંગે સરકાર દ્વારા ૧ હજાર બસો ભાડે કરાશેઃ રાજકોટ એસટી ડીવીઝન ૧પ૦ બસો ફાળવશે

રાજકોટ, તા. રઃ આગામી ૧૧, ૧૨ જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં યોજાનાર વાઈબ્રેન્ટ સમિટ અંગે સરકારે કલેક્ટર પાસે બહારથી કેટલા અધિકારીઓ ની જરૂરિયાત રહેશે તે અંગેનું વિગતો મંગાવતા રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે ૧૦૦ જેટલા મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેકટર ની જરૂરિયાત અંગેની દરખાસ્ત સરકારમાં મોકલી દીધી છે આગામી બે થી ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર ભરના ૧૨ જિલ્લામાંથી રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ અંગે સરકાર દ્વારા સ્પેશિયલ કેટેગરીમાં ઉપરોક્ત ૧૦૦ જેટલા અધિકારીઓના ઓર્ડરો નીકળનાર હોવાનું અને તમામને રાજકોટ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરના હવાલે મુકનાર હોવાનું અધિકારી સૂત્રો જણાવ્યું હતું
સાધનોએ જણાવેલ કે, રાજકોટમાં આવી રહેલા વડા-ધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના રોડ શો તથા વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન સંદર્ભે મેદની એકઠી કરવા અંગે ગાંધીનગરથી સેન્ટ્રલ રીતે ગુજરાત એસટી પાસે ૧૦૦૦ થી વધુ બસો ભાડે કરાનાર છે. જેમાં વિવિધ જિલ્લામાંથી બસો આવશે તેને ૧૧ મી એ સવારે વહેલી સવારે જે તે તાલુકા વિસ્તારમાં મોકલી દેવાશે. રાજકોટ એસટી ડિવિઝન પણ લગભગ ૧૫૦ જેટલી બસો આપનાર હોવાનું જાણવા મળે છે કુલ ૧૦૦૦ થી વધુ વધુ બસો ભાડે કરાતા ગ્રામ્ય વિસ્તારના અને અમુક અંદરના વિસ્તારોના સેકડો બસો કેન્સલ થાય તેવી શકયતા હોય મુસાફરો બે દિવસ રઝડી પડશે. તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને આ સંદર્ભે અમુક રૂટો પર કાપ મુકવાના હોવાનું પણ સૂત્ર ઉમેર્યું હતું. મુસાફરોમાં તા. ૧૧ અને ૧ર ભારે દેકારો મચી જશે.
દરમિયાન રાજકોટ કલેકટર દ્વારા આગામી વાઇબ્રન્ટ સમિટ અંગે આગામી પાંચ થી છ દિવસની અંદર જ રાજકોટ જિલ્લાના તમામ મહેસૂલ નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓના ઓર્ડર અંગે જે ૨૦ કમિટી બનાવાય છે તે ૨૦ કમિટીના વડાને હવાલે કર્યા છે અને આ ૨૦ કમિટીના વડાઓ દ્વારા આગામી ત્રણ થી ચાર દિવસમાં પોતાની સોપાયેલ કામગીરી અંગે સ્ટાફ ના ઓર્ડરો કરાશે.
રાજકોટ કલેકટરે શહેરના તમામ જિલ્લાના તમામ મામલતદાર અને તમામ ડેપ્યુટી કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓની અધિકારીઓને પણ ૧૧, ૧૨, ૧૩ ત્રણ દિવસની અંગે વિવિધ કામગીરી, પ્રોટોકોલ, સુરક્ષા, સ્ટેજ પાર્કીંગ તથા ફુડને પાણીને અંગેની બધી જવાબદારી સોંપી દીધો હોવાનું જાણવા મળે છે.
બીજી બાજુ જયાં વાયબ્રન્ટ સમિટી થનાર છે તે મારવાડી કોલેજ કેમ્પસ ખાતે તમામ બાબતનો હવાલો રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને તેમના સ્ટાફને સોપાયેલ છે. આખો સ્ટાફ તા. પ થી મારવાડી ખાતે પડાવ નાંખશે.
બીજી બાજુ સ્ટાફના ઓળખપત્ર અંગે રાજકોટ સીટી પ્રાંત-૧ શ્રી ચાંદની પરમાર, મામલતદાર શ્રી નાની તથા સ્ટાફને જવાબદારી સોંપાઇ હોવાનું સાધનોએ ઉમેર્યુ હતું.
બહારથી આવતા મહેમાનો, અન્ય રાજય તથા વિદેશથી આવતા ડેલીગેટો, પ્રતિનિધીઓ માટે આજ સુધીમાં ૩પ૦ જેટલી ગાડીઓ બુક થઇ છે, આ અંગે ડીએસઓ ઝાપડા અને તેમની ટીમ કામ રહી છે.(૬.૧૪)
(3:01 PM IST)










