<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ચરખડી ગામના વતનીઓનું રવિવારે સ્‍નેહમીલન

૬૦ વિદ્યાર્થીઓનું સન્‍માન, પુત્રવધુ સન્‍માન, સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન

 

રાજકોટ : ચરખડી યુથ-કલ્‍ચર ફાઉન્‍ડેશન દ્વારા રાજકોટમાં રહેતા દરેક સમાજના ચરખડી ગામના વતનીનો તા.૪ને રવિવારે સાંજે ૪ વાગ્‍યેથી ૧૦ વાગ્‍યા સુધી સાતમો સ્‍નેહમિલન કાર્યક્રમ સમર વેવ વોટર પાર્ક તથા પાર્ટી પ્‍લોટ મવડી કણકોટ રોડ ગવર્મેન્‍ટ કોલેજની સામે રાજકોટ ખાતે રાખેલ છે. સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં જાણીતા સાહિત્‍ય કલાકાર મનસુખભાઇ વસોયા તથા સાથી કલાકારોનો સહિત્‍યનો કાર્યક્રમ રાખેલ છે. સાથે ધોરણ ૧થી ૧૨ના ૬૦ વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્‍માન તથા સંયુક્‍ત કુટુંબની ભાવના દરેક ધરમાં રહે તે હેતુથી પાંચ પુત્રવધુ સન્‍માન કાર્યક્રમ તથા સ્‍વરૂચિ ભોજન સમારોહ રાખેલ છે.

આ સ્‍નેહમિલન કાર્યક્રર્મને સફળ બનાવવા ચરખડી યુથ ક્‍લ્‍ચર ફાઉન્‍ડેશનના પ્રમુખ ચિરાગભાઇ વોરા, ઉ.પ્ર. નિકુંજભાઇ કથિરીયા, ખજાનચી અરૂણભાઇ માવાણી, મહામંત્રી કુલદીપસિંહ ભટ્ટી, મંત્રી ભરતભાઇ સખીયા, નિલેશભાઇ ડાભી, પ્રદિપ મોરબીયા, કનકસિંહ, વિજય સાંગાણી જોડાયા છે. (તસ્‍વીર : અભિજીત બગથરિયા)

(11:39 AM IST)