<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

રવિવારે સમસ્‍ત વેકરીયા પરિવારનું પંચમ સ્‍નેહમિલન

સન્‍માન સમારોહ, વડીલ વય વંદના, બિઝનેસ એકસ્‍પો, જીવન વિદ્યા શિબિર સેશન, બ્‍લડ ડોનેશન કેમ્‍પ

 

રાજકોટ : શ્રી સમસ્‍ત વેકરીયા પરિવાર રાજકોટ શહેર તથા જિલ્લા (લેઉવા પટેલ) દ્વારા આગામી તા. ૪ જાન્‍યુઆરી, રવિવારના રોજ રજવાડી પાર્ટી લોન્‍સ, દિવાળી બાગ પાર્ટી પ્‍લોટની બાજુમાં, ૧પ૦ ફુટ રૂડા નવો રીંગ રોડ, રાજકોટ ખાતે, સાંજે ૪:૩૦ કલાકેથી પંચમ સ્‍નેહમિલન સમારોહ યોજાશે.

આ સમારોહ અંતર્ગત અભિવાદન તથા સન્‍માન સમારોહ, વડીલ વય વંદના, બિઝનેસ એકસ્‍પો, જીવન વિદ્યા શિબિર સેશન સાથે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ છે. ૧૪ વડીલોને શાલ ઓઢાડી અને શિલ્‍ડ આપી પરિવાર દ્વારા સન્‍માનિત કરવામાં આવશે. બિઝનેસ એકસ્‍પો અંતર્ગત પરિવારના વિવિધ ધંધાકિય સ્‍ટોલ્‍સ પણ રાખવામાં આવેલ છે. જીવન વિદ્યા શિબિર સેશનમાં જીવન શું છે અને તેના પ્રાકૃતિક નિયમોની સચોટ જાણકારી આપવામાં આવશે.

આ પંચવિધ કાર્યક્રમમાં સમારોહમાં રાજયકક્ષાના મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્‍યક્ષ અંજુબેન પંકજભાઇ વેકરીયાનું વિશેષ સન્‍માન પરિવાર દ્વારા કરવામાં આવશે. આ સમારોહમાં પરિવારના રાજકોટ શહેર તથા જિલ્લાના સંગઠનની માહિતી આપવામાં આવશે. તેમજ પારિવારિક માહિતીની ડિરેકટરી બનાવવાની જાહેરાત પણ કરવામાં આવશે. વેકરીયા બીઝનેસ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા પણ ધંધાકીય રીતે એકબીજા સાથે જોડાય તે બાબતે માહિતગાર કરવામાં આવશે.

વેકરીયા પરિવારમાં જે દિકરી કે દિકરો મા-બાપ વિનાના છે તેની માહિતી મેળવવામાં આવશે અને તેઓની જરૂરીયાત મુજબ ભવિષ્‍યમાં પેનથી પરણાવવા સુધીની જવાબદારી શ્રી વેકરીયા પરિવાર વેલફર ટ્રસ્‍ટ, રાજકોટ ઉઠાવશે. તેમ સંસ્‍થાની યાદિમાં જણાવાયું છે.

આ સ્‍નેહમિલન સમારોહના માર્ગદર્શક પૂર્વ સાંસદ અને કેળવણીકાર શિવલાલભાઇ વેકરીયા તથા સામાજિક અગ્રણી ભૂપેન્‍દ્રભાઇ વેકરીયા કાર્યરત છે. આ સ્‍નેહમિલન સમારોહને સફળ બનાવવા રજનીકાંતભાઇ, અમિતભાઇ, મનિષભાઇ, હિરેનભાઇ, ગણેશભાઇ, રાજુભાઇ, અરવિંદભાઇ, સંદિપભાઇ, નિલેશભાઇ, ડિમ્‍પલભાઇ, અક્ષયભાઇ, વિજયભાઇ, કિરિટભાઇ, પરેશભાઇ, દિવ્‍યેશભાઇ, સાગરભાઇ, ઉમેશભાઇ, મયુરભાઇ, અભિષેકભાઇ, ભાવિકભાઇ, અંકિતભાઇ, ભાવિનભાઇ, સંજયભાઇ તેમજ વેકરીયા પરિવારની સમગ્ર યુવા ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી ૮૧૪૦૦૭૦૧૪૩, ૯૯૦૪ર ર૭૬૭૩ ઉપર સંપર્ક કરવો. (તસવીર : અભિજીત બગથરીયા)

(4:20 PM IST)