News of Thursday, 1st January 2026
૩૧મીની રાતે નશો કરી નીકળેલા ૫૦ ઝડપાયા
એક હજારથી વધુના પોલીસ કાફલાનું ઠેકઠેકાણે રાતભર કડક પેટ્રોલીંગ-ચેકીંગ વચ્ચે શાંતિપુર્વક ઉજવણી

અગાઉથી ચેતવણી હતી કે નશો કરીને નીકળતાં નહિ આમ છતાં કેટલાક સમજ્યા નહિઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા પોતે પેટ્રોલીંગમાં નીકળ્યાઃ ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો પણ જોડાઇઃ બ્રેથ એનલાઇઝર, માદક પદાર્થના નશાખોરોને પકડવાની કીટ અને નાઇટ વીઝન ડ્રોન સાથે ઠેકઠેકાણે ચેકીંગ કરાયું
શહેરમાં ૩૧મી ડીસેમ્બરની ઉજવણી શાંતિથી થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેરભરમાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. અલગ અલગ ચોક, રસ્તાઓ પર વાહન ચેકીંગ કરાયું હતું. તેમજ લોકો નશો કરીને નીકળ્યા હોય તો તેને પકડવા બ્રેથએનેલાઇઝરનો ઉપયોગ કરાયો હતો. ચેકીંગ દરમિયાન અલગ અલગ સ્થળેથી પચાસ જેટલા શખ્સો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ ગયા હતાં. ઠેકઠેકાણે થઇ રહેલા ચેકીંગના દ્રશ્યો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧: શહેરમાં ૩૧મી ડીસેમ્બરની ઉજવણી શાંતિ પુર્વક થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અગાઉથી જ શહેર પોલીસે એક હજારથી વધુનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અગાઉથી જ પોલીસે કડક ચેતવણી આપી હતી કે નશો કરીને નીકળનારા સામે કડક કાર્યવાહી થશે. શહેરભરમાં અલગ અલગ ટીમોએ કોમ્બીંગ કર્યુ હતું અને શહેરની ચેકપોસ્ટ-નાકાઓ પર પણ ચેકીંગ કરાયું હતું. એસઓજીએ નાઇટ વીઝન ડ્રોનની મદદથી પણ અલગ અલગ ડાન્સ પાર્ટી, ડીનર પાર્ટીના આયોજનો પર તપાસ કરી હતી. શી ટીમ દ્વારા પણ છેડતીના બનાવો ન બને તે માટે ખાસ ચેકીંગ કરાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે કોઇ અનઇચ્છનીય ઘટનાઓ બની નહોતી. જો કે અમુક તત્વો નશો કરીને નીકળ્યા વગર રહી શક્યા નહોતાં. આવા ૫૦ શખ્સો અલગ અલગ સ્થળેથી પોલીસની ઝપટે ચડી જતાં ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરભરમાં પોલીસે ૩૧મીની સાંજથી જ ચેકીંગ ઝુંબેશ ચાલુ કરી દીધી હતી. બ્રેથ એનલાઇઝરથી દારૂનો નશો કરનારાઓને શોધવાની અને ખાસ કીટનો ઉપયોગ કરી એફએસએલને સાથે રાખી માદક પદાર્થનો નશો કરનારાઓને પકડવા શહેર પોલીસ અને એસઓજીની ટીમોએ કડક ચેકીંગ કર્યુ હતું. જેના કારણે દારૂ ઢીંચી નીકળનારા પકડાઇ ગયા હતાં. પોલીસે ટુવ્હીલરની ડેકીઓ, કાર સહિતના વાહનોનું પણ ચકીંગ કર્યુ હતું. તેમજ ડાન્સ ડીજેની પાર્ટીઓના સ્થળે એસઓજીએ નાઇટ વીઝન ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરી હતી. શહેરીજનોએ શાંતિથી અને મોજમસ્તી હર્ષોલ્લાસ સાથે વીતી રહેલા વર્ષને બાય-બાય કરી નવા વર્ષ-૨૦૨૬ની વધામણી કરી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા પોતે પણ પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. તેમની સાથે પીઆઇ એમ. આર. ગોંડલીયા, એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ સહિતની ટીમો જોડાઇ હતી.
પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડેલા શખ્સોની વિગતો આ મુજબ છે. બી ડીવીઝન પોલીસે સંતકબીર રોડ નાલા પાસેથી નશો કરી એકટીવા પર નીકળેલા અવીનાશ નાનજીભાઇ મેર, મોરબી રોડ નાનીફાટક પાસેથી એકસેસ પરનીકળેલો હિરાભાઇ પાટડીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કારચલાવી નીકળેલા ભાવેશ સરેશભાઇ સોમમાણેક, સંતકબીર રડ કે.ડી. ચોક પાસેથી ટુવ્હીલરલઇ નીકળેલા પંકજ અરજણભાઇ કારેણાને પકડી લીધા હતા.
ભકિતનગર પોલીસે પીપળીયા હોલ પાસેથી નશોકરી બાઇક લઇનીકળેલો મયુરપરી સુભાષપરી ગોસ્વામી, કોઠારીયા મેઇન રોડ પર નશોકરી નીકળેલો મુકેશ જીવરાજભાઇ હરખાણી, રમેશ ભીખુભાઇ લાલકીયા, અનીલ જેસીંગભાઇ મકવાણા, ઢેબર કોલોની નારાયણનગરમાંથી વૈભવ અશોકભાઇ તાવડે, દિનેશ છગનભાઇ હતવાણી, પીપળીયા હોલ પાસેથી જગદીશ તુલશીભાઇ રામાણી, ઢેબરકોલોની પાસેથી નયન મગનભાઇ ઝાપડીયા, રાજન મુકેશભાઇ લાલકીયા, ગાયત્રીનગર મેઇનરોડ પરથી દેવતાદીન કર્તારામ કોરી, આહીર ચોક પાસેથી કમલબાબુ રામકરણ કોરી, નિખ્ખીરામ ખેદુરામ યાદવ, નંદાહોલ પાસેથી બાબુ મોતીરામ વિશ્વકર્માને પકડી લીધા હતા.
તેમજ એ-ડીવીઝન પોલીસે રામનાથ પરા માંથી નશોકરી બાઇક લઇ નીકળેલા ગોવિંદ કાળુભાઇ વાળા, કિશાનપરા ચોક માંથી મોટરસાયકલ લઇને નીકળેલા કુલદીપસિંગ નેનસીંગ રાજપુત, માલવીયા ચોક પાસેથી બાઇક લઇને નીકળેલા પ્રદીપ પ્રવિણભાઇ મકવાણાને પકડી લીધા હતા.
ઉપરાંત આજીડેમ પોલીસે સાંઇબાબા સર્કલ પાસેથી નશોકરી રીક્ષાલઇ નીકળેલા બીપીન રમણીકભાઇ પરસોડા, આઇ-૧૦ કાર લઇ નીકળેલા હીતેશ શામજીભાઇ મેર, હુડકો ચોકડી પાસે રામનગર માંથી તયબ ઉર્ફે સમીર મામદભાઇ હિંગોરજાને, સરધારગામ પાસેથી બાઇક લઇ નીકળેલા અનમોલ દયાનંદભાઇ રાવત, કોઠારીયા સોલવન્ટ માંથી દશરથ નાગુલાલભાઇ પરમાર, આજીડેમ ચોકડી પાસેથી અશ્વીન અમરશીભાઇ જાદવ, કોઠારીયા રોડ હાપલીયા પાર્ક માંથી ઘનશ્યામ હરીચંદ્રભાઇ કોઠારી, સરધારના હરીપરગામ પાસેથી વિકાસ વિષ્ણુભાઇ દયાલને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જયારે પ્રનગર પોલીસે રેસકોર્ષ રીંગરોડ પરથી નશોકરી રીક્ષાલઇને નીકળનારા દિપક નિરમળ ડવને પકડી લીધો હતો. તેમજ ગાંધીગ્રામ પોલીસે દોઢસોફૂટ રોડ રૈયા ચોકડી પાસેથી નશોકરી રીક્ષાલઇ નીકળેલા શૈલેષ જગદીશભાઇ કળવાતર, જામનગર રોડ માધાપર ચોકડી પાસેથી યશપાલ ધોહાભાઇ બોરીચાને, ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર પાસેથી વીજય રમેશભાઇ પરમાર, માધાપર ચોકડી પાસેથી તેજમલ સુેપટાભાઇ રાઠોડ, રૈયા રોકડી પાસેથી ઇનાયતખાન જાકીરભાઇ પઠાણને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જયારે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર શાંતીનગરના ગેઇટ પાસેથી નશોકરી એકટીવા લઇ નીકળેલા ગજરાજ રમેશભાઇ રાજવંશી, રામાપીર ચોકડી પાસે એકટીવા લઇ નીકળેલા આકાશ રામનરેશભાઇ શુકલા, ધરમનગર આવાસ યોજના કવાર્ટર સામે મોટરસાયક લઇ નીકળેલા નાગેન્દ્ર જીગરનાથ સહાની, રૈયાધાર મફતીયા પરમાં એકટીવા લઇ નીકળેલા, દિનેશ મિઠાભાઇ વાણીયા, રૈયાધાર રાણીમાં રૂડીામા ચોક પાસેથી જેરામ બચુભાઇ ઉધરેજા, રૈયાધાર મફતીયાપરા માંથી બાઇક લઇ નીકળેલા વિનય જગન્નાથભાઇ ચોૈહાણ, યુનિવર્સિટી રોડ સન્માનપાર્ટી પ્લોટ સામેથી સ્વીફટકાર લઇ નીકળેલા રાજ હસમુખ ભાઇ વાસજાણીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ે તાલુકા પોલીસે સ્પીડવેલ ચોક પાસેથી નશોકરી બાઇક લઇને નીકળેલા ગણેશ જયશંકરભાઇ બીંદ અને ઠાકર ચોક પાસેથી વિકાસ ઉર્ફે વીક્કી મોહનભાઇ નીષદને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આમ પચાસ જેટલા નશાખોરો ૩૧મીની રાતે દારૂ ઢીંચીને નીકળતાં પોલીસની ઝપટમાં આવી જતાં લોકઅપની હવા ખાવાની નોબત આવી હતી.
(4:15 PM IST)










