<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

શહેરના તમામ ચર્ચ-દેવળોમાં ર૦રપને ભવ્‍ય વિદાયઃ વેલકમ-ર૦ર૬ ભગવાન ઇસૂના શાંતિના સંદેશનું પઠનઃ ક્રિસયજ્ઞ-પ્રાર્થના-કેરોલ સંગીત યોજાયા

રાજકોટ :.. વર્ષ ર૦રપ નો ગઇકાલે અંતિમ દિવસ-રાત્રી હતા. ભગવાન ઇસુના જન્‍મદિનને શાનદાર વધાવ્‍યા બાદ શહેરના બિશપ હાઉસ, મોચી બજાર ચર્ચ, આઇપી મીશન ચર્ચ, સહિતના તમામ દેવળો-ચર્ચ ખાતે ૪ હજારથી વધુ ખ્રિસ્‍તી ભાઇ-બહેનો-બાળકો ઉમટી પડયા હતા અને ર૦રપ ના વર્ષને ભવ્‍ય વિદાયમાન તથા નવા ર૦ર૬ ના વર્ષને ઝાકઝમોળ તથા આવકાર્યુ હતું, રાત્રે ૧ર થી ૧ વાગ્‍યા સુધી ચર્ચ-દેવળોમાં ભગવાન ઇસુના પ્રેમ અને શાંતિના સંદેશનું પઠન, પવિત્ર જળ છંટકાવ, પ્રાર્થના, ક્રિસયજ્ઞ, કેરોલ સંગીત તથા અન્‍ય કાર્યક્રમો યોજાયા હતાં, તસ્‍વીરમાં ફાધર દ્વારા આર્શિવચન પ્રાર્થના થઇ રહ્યા છે. તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:47 PM IST)