<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

સફાઇ કામદારોના હકક-અધિકારો માટે માર્ચમાં

ગાંધીનગર ખાતે ‘‘અધિકાર યાત્રા'' : આવેદન પત્ર અપાશે વાલ્‍મિકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાના નેતૃત્‍વમાં આયોજન

રાજકોટ, તા. ૧ : સમસ્‍ત વાલ્‍મિકી સમાજ ગુજરાત દ્વારા વાલ્‍મિકી સમાજ તથા સફાઈ કામદારોના હક્ક-અધિકાર બાબતે માર્ચ ૨૦૨૬માં ગાંધીનગર ખાતે રાજ્‍યસ્‍તરીય અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન ગુજરાત રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાએ ‘‘અકિલા'' ખાતે વિગતો  વર્ણવતા જણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોમાં સફાઈ કામદારો પર કોન્‍ટ્રાક્‍ટ પ્રથા, રોસ્‍ટર પ્રથા અને મેકમ ખર્ચના નામે વર્ષોથી અન્‍યાય થતો આવી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં સમસ્‍યાઓનું યોગ્‍ય નિરાકરણ ન આવતા હવે અધિકાર યાત્રાનો માર્ગ અપનાવવામાં આવ્‍યો છે.

આ અધિકાર યાત્રા દ્વારા સરકાર સમક્ષ   સફાઈ કામગીરીમાં કોન્‍ટ્રાક્‍ટ પ્રથા નાબૂદ કરવા રોસ્‍ટર પ્રથા બંધ કરવાં  અને વિદ્યા સહાયકની જિલ્લા દીઠ બે બેઠકો પુનઃ શરૂ કરવામાં આવે તેમજ  સફાઈ કામદારો માટે રહેમરાહે નોકરી યોજના અમલમાં મૂકવામાં આવે  તમામ નગરપાલિકાઓમાં સફાઈ કામદારોને ૪૮ ટકા મેકમ ખર્ચમાંથી મુક્‍તિ આપવામાં આવે

આ યાત્રામાં રાજ્‍યભરના સફાઈ કામદારો ઉપરાંત અધિકારથી વંચિત અને શિક્ષિત બેરોજગાર યુવાનો મોટી સંખ્‍યામાં જોડાશે. ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના કર્મચારીઓ માર્ચ મહિનામાં ગાંધીનગર ખાતે ઉપસ્‍થિત રહી પોતાના હક્ક માટે અવાજ ઉઠાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તસ્‍વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા જીતુ બારૈયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

(3:32 PM IST)