તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
લગ્ન વિશે હરિપ્રકાશદાસ સ્વામીના બફાટથી ભારે વિવાદ
રેસકોર્ષ ખાતે આયોજીત કથામાં લગ્ન વિષયક સંવાદ વખતે લવ મેરેજ અને એરેન્જ મેરેજ વિશે વાત કરતા સોશ્યલ મિડીયામાં પણ વિરોધ વંટોળઃ જેના નામે રોટલા ખાવ છો તેની જ ઠેકડી ઉડાવો છોઃ જયોતિર્નાથ મહારાજ લાલઘૂમ

રાજકોટ તા.૧: લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં હરિપ્રકાશદાસ સ્વામીએ બફાટ કર્યો હતો. સ્વામી હરિપ્રકાશદાસે એરેન્જ મેરેજને ‘‘વ્યવસ્થા કરીને ફાંસી'' ગણાવ્યા હતા તો લવ મેરેજને ‘‘ડાયરેક્ટ ફાંસી'' સમાન ગણાવ્યા હતા. હનુમાનજીની કથામાં આ પ્રકારના બફાટથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ભગવા ધારણ કર્યા હોવા છતાં લગ્ન વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાનજીની કથા ચાલી રહી છે. કથામાં સ્વામી હરિપ્રકાશદાસે કહ્યું હતું કે આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા. મંગળવારે માયા લાગી,બુધવારે બોલ્યા ચાલ્યા. ગુરૂવારે ગમી ગયા, શુક્રવારે સોગંદ લીધા તેમ કહયુ હતું.
રાજકોટના રેસકોર્સમાં હનુમાનજીની યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીની કથામાં સ્વામી હરિપ્રકાશદાસે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે વાત કરી હતી. તેમણે આપેલું આ નિવેદન હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું હતું કે લવ મેરેજ એટલે ‘‘ડાયરેક્ટ ફાંસી'' અને એરેન્જ મેરેજ એટલે ‘‘વ્યવસ્થા કરીને ફાંસી''.
સ્વામી હરિપ્રકાશદાસજીએ લગ્ન અને પ્રેમ આપેલ વિવાદિત નિવેદનના પગલે જયોતિર્નાથ મહારાજ લાલઘૂમ થયા હતા.અને સ્વામીના આ નિવેદનને વાહીયાત અને સનાતન વિરોધી ગણાવી કહ્યું કે જેના નામે રોટલા ખાવ છો, તેની ઠેકડી ઉડાવો છો.તેમજ લગ્ન ફાંસો નહીં પરંતુ સનાતન ધર્મનો પ્રવિત્ર સંસ્કાર છે. સ્વામિના નિવેદનથી સુષ્ટિના સર્જનહારનું અપમાન થયાનો પણ સંતોએ દાવો કર્યો છે. ભગવાન રામથી લઈ કળષ્ણ સુધીના સૌએ લગ્ન કર્યા છે. પરંતુ હરિસ્વામીના અજ્ઞાન પર જયોતિર્નાથ મહારાજે ગંભીર સવાલો ઉઠાવી સ્વામીને સબુધ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે વિરોધની ચીમકી ઉચ્ચારી હતી.
સ્વામી હરિપ્રકાદાસજીએ કરેલા નિવેદન બાદ ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે અને સોશ્યલ મિડીયામાં તેઓની સામે જુદા-જુદા સામાજીક આગેવાનો કાર્યકરો તથા સંતો દ્વારા નિવેદનને કમનસીબ ગણાવ્યું છે. અને જણાવ્યુ છે કે, લગ્ન એ ૧૬ સંસ્કારના એક સંસ્કાર છે. ત્યારે લગ્ન વિશેના આવા નિવેદન સામે લોકોએ પણ ચુપ બેસી રહેવાને બદલે અથવા તો હંસી કાઢીને ભૂલી ન જવુ જોઇએ. વારંવાર આવા નિવેદન કરીને તે શું સાબિત કરવા માંગે છે?
લોકો સોશ્યલ મીડીયામાં જણાવી રહયા છે કે, આવા નીવેદનો કરનારાને હિંદુ ધર્મ અને સનાતન ધર્મમાં માનનારા લોકો મોટુ મન રાખીને માફ કરી દે છે. જેનો ફાયદો અમુક સંતો ઉઠાવી રહયા છે જે હિંદુ ધર્મ માટે કમનસીબી કહેવાય.(૨.૧૩)
(1:17 PM IST)










