તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 31st December 2025
વિનાયકનગરના મીનાબેન રાઠોડનું હૃદય રોગનો હુમલો આવતાં મોત
ગોકુલનગરના જગપ્રસાદ અને મોટા મવાના તુલસીભાઇનું બેભાન હાલતમાં મૃત્યુ નિપજ્યા

રાજકોટ તા. ૩૧: મવડી પ્લોટ વિનાયકનગર-૧૫માં રહેતાં મીનાબેન કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.૪૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.
બનાવની જાણ હોીસ્પટલ ચોકીના સ્ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર આરએમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે.
બીજા બનાવમાં પીડીએમ પાછળ ગોકુલનગર-૧ કૃષ્ણનગર રોડ પર રહેતાં જગપ્રસાદ રામબરન (ઉ.વ.૪૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેને સંતાનમાં એક દિકરો છે. મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. પેટમાં પાણી ભરાવાની બિમારી હતી. મોટા મવા અવેડા ચોકમાં રહેતાં તુલસીભાઇ માલાભાઇ વાઘેલા (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:52 PM IST)










