તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ભાગ લેનારા વિવિધ દેશના દોઢસોથી વધુ ડેલીગેટસ માટે રાજકોટની ૧ર હોટેલ બુક
આમ પ્રવાસીઓને વાઇબ્રન્ટ સમીટ દરમ્યાન હોટેલમાં રૂમ મેળવવા માટે રીતસરની કસરત કરવી પડશે

રાજકોટ, તા.,૩૧ : આગામી તા.૧૦-૧૧-૧ર જાન્યુઆરીના રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રીઝીયોનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવી રહેલા દોઢસોથી વધુ દેશોના ડેલીગેટસ અને વિવિધ વિભાગોના અધિકારીઓ માટે રાજકોટના સર્કીટ હાઉસ ઉપરાંત અગ્રગણ્ય એવી ૧ર હોટેલોના રૂમ્સ કલેકટર તંત્ર દ્વારા બ્લોક કરાવાયાનું જાણવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સંભવત હાજરીને લઇને જુદા જુદા તંત્રવાહકો દ્વારા ડબલ ફિલ્ટર્ડ કામગીરી થઇ રહી છે. જીલ્લા કલેકટર દ્વારા વિવિધ ર૦ સમીતીઓનું ગઠન કરવામાં આવ્યું છે. જે આયોજનને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. સૌરાષ્ટ્ર કચ્છના ૧ર જીલ્લાઓમાં રહેલી ઔદ્યોગીક ક્ષમતાઓને વિસ્તારવા માટે આંતરરાષ્ટ્રીય ફલક પુરૂ પાડવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિઝીયોનલ કોન્ફરન્સ યોજાઇ રહી છે. કોન્ફરન્સ દરમિયાન ૪૦ થી ૪૫ સેમીનાર યોજવાનું આયોજન થયું છે. રપ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ૬ ડોમ્સ ઉભા કરવામાં આવશે. જેમાં ૧ર થી વધુ સરકારી વિભાગના સ્ટોલ્સ રાખવામા આવશે.
વડાપ્રધાનના સંભવીત રોડ શો, ઇનોગ્યુરલ ફંકશન અને કાર્યક્રમના સ્થળોએ પાયાની સુવિધાઓની પુર્તિ, કાર્યક્રમ સ્થળે ફાયર- ઇલેકટ્રીક-લીફટ-સિવિલ સહિતના જરૂરી સર્ટીફીકેટસ મેળવી લેવાયા છે. નજીકના પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા અને બેઠક વ્યવસ્થા ઉપરાંત મંચ સજ્જા, બિઝનેસમેન ટુ બિઝનેસમેન અને બિઝનેસમેન ટુ ગવર્નમેન્ટ સેકટર મીટીંગના આયોજનોમાં ભાગ લેવા આવનાર દોઢસોથી વધુ દેશોના ડેલીગેટસ માટે હોટેલ સયાજી, હોટેલ આરપીજે, હોટેલ ઇમ્પીયરલ, હોટેલ ફોર્ચ્યુન સહિત ૧ર જેટલી અગ્રીમ હોટેલ્સના રૂમ રીકવીઝીટ કરવામાં આવ્યા છે. આમ ૧૦-૧૧-૧ર દરમ્યાન રાજકોટની મુલાકાતે આવનાર આમ પ્રવાસીઓ માટે હોટેલમાં રૂમ મેળવવા માટે રીતસરની કસરત કરવી પડશે તેમ કહી શકાય. (૪.૧૧)
(2:40 PM IST)










