તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
કાલે ગ્રીક થીમ આધારીત બાય બાય ૨૦૨૫ અને વેલકમ ૨૦૨૬ની થર્ટીફર્સ્ટ પાર્ટીનું જાજરમાન આયોજન
ડીજે હાર્ડી અને ડીજે માયામી સંગીતના તાલે યુવાધનને ડોલાવશેઃ આર.આર.ઇવેન્ટસના રાજ રાજાણી અને તેની ટીમનું ભવ્ય આયોજનઃ પાસ તાત્કાલીક મેળવી લેવા

રાજકોટઃ ગ્રીક થીમ આધારીત બાય-બાય૨૦૨૫ અને વેલકમ ૨૦૨૬ની થર્ટીફર્સ્ટ પાર્ટીનું પ્રથમવાર આયોજન આર.આર.ઇવેન્ટસના રાજ રાજાણી દ્વારા ૩૧મીએ બુધવારે મોમેન્ટલ પાર્ટી પ્લોટ, ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ, કટારીયા ચોકડી પાસે રાત્રે ૮ વાગ્યાથી યોજવામાં આવેલ છે.
નવા વર્ષના મનગમતી પાર્ટીમાં યુવાધનને સંગીતના તાલે રૂમઝુમ ઝુમાવવા માટે ગુજરાતના જાણીતા ડી.જે.હાર્ડી અને માયા એ પોતાની કલા રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર જેનીશા પટેલ કરશે.
સુંદર ગ્રીક થીમ આધારીત ડેકોરેશન અને અદ્યતન લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ્સ રાજકોટના આંગણે પ્રથમવાર હોવાથી યુવાવર્ગમાં ચાહના વધી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
પાસ માટે બુક માય શો પરથી અને મો.નં. ૭૬૨૪૦ ૩૪૫૯૪ ઉપરથી મળશે તેમ આયોજક રાજ રાજાણીએ જણાવેલ છે.
આ આયોજનમાં ફૂલકોર્ષ ફૂડ સાથેની મદમસ્ત પાર્ટી છે. યુવકો-યુવતીઓને રાજકોટ આંગણે યોજાનાર પાર્ટીમાં સામેલ થવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
(3:19 PM IST)










