<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

દુબઇના બાળકો જૈનમ-જીવિકાનો જૈનિઝમ પર સેમીનાર

પૂ. સુશાંત મુનિજી તથા પૂ. પારસ મુનિજીની નિશ્રામાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન તા. ૧૦ જાન્‍યુઆરીએ સાંજે પ કલાકે આત્‍મીય કોલેજ ઓડીટોરીયમ ખાતે આયોજનઃ ફ્રિ એન્‍ટ્રીઃ રજીસ્‍ટ્રેશન જરૂરી તકતી વગરના ઉપાશ્રયનું તા. ૧૧ જાન્‍યુઆરીએ ઉદ્‌ઘાટનઃ જૈન સમાજમાં ક્રાંતિ સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ની એક વર્ષીય અખંડ મૌન સાધનાનો મહાશિવરાત્રી તા. ૧પ ફેબ્રુઆરીથી કાલાવડ ખાતે પ્રારંભ

 

જૈન ભોજનાલય-રાજકોટને ૩ વર્ષ પુરા થયા છે. આ દરમિયાન પ.૮૩ લાખથી વધુ સાધર્મિકોએ લાભ લીધો.

રાજકોટ તા. ૩૦: ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્‍ય ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્‍વામી નાં સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂજ્‍ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા મહામંત્ર પ્રભાવ પૂજ્‍ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્‍ય રત્‍ન પૂજ્‍ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સાનિધ્‍યમાં જૈન ઇન્‍ટરનેશનલ વેલ્‍ફેર ઓર્ગેનાઈઝેશન સંચાલિત શ્રી રૂડાનગર સ્‍થાનકવાસી જૈન સંઘ રાજકોટ માં તા. ૧૧ જાન્‍યુઆરી રવિવારે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલાવાળા હાલ મુંબઈ શ્રી ભાનુમતીબેન વનેચંદ પારેખ સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય ની ઉદ્‌ઘાટન વિધિ રાખવામાં આવેલ છે.

જેમાં મુખ્‍ય લાભાર્થી ખેતાણી પરિવારની ઉત્તમોત્તમ નિર્મળ ભાવનાનાં દર્શન થાય છે. ભૂમિપ્રદાતા શ્રી ભાનુમતીબેન ની અંતરની ભાવનાને સાકાર મૂર્ત સ્‍વરૂપ પ્રાપ્‍ત થયેલ છે. સમસ્‍ત ગુજરાતમાં સૌ પ્રથમવાર તકતી મુક્‍ત ઉપાશ્રયનું નવનિર્માણ થયું.  ૨૦૨૧ માં સદગુરુદેવે જણાવેલ કે જૈન સમાજનું સ્‍થાન ઉત્‍થાન તો જ શકય છે, જો ધર્મસ્‍થાનકો તકતી મુક્‍ત બને અને પ્રોગ્રામો સ્‍ટેજ મુક્‍ત બને. પ્રોગ્રામ સ્‍ટેજ મુક્‍ત બનાવવા સહેલા છે, પરંતુ ધર્મસ્‍થાનક તકતી મુક્‍ત કરવા મુશ્‍કેલ છે. આજે સદગુરુદેવ ની ભાવના સાકાર થઈ.

ઉપાશ્રયની અંદરમાં કોઈનાં પણ નામની તકતી લગાવવામાં આવેલ નથી. સાધુચર્યા ને સાનુકૂળ બને તેવા વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્‍યકતાની પૂર્તિ કરે તેવા ઉપાશ્રય સ્‍વરૂપ જૈન ધર્મસ્‍થાનકનું નિર્માણ થયું છે. જૈન ધર્મસ્‍થાનક નાં ઉદ્‌ઘાટન પ્રસંગે મુખ્‍ય ઉદઘાટક  ધીરજલાલ કાંતિલાલ જૈન,  મમતાબેન જૈન, જૈનમ - જીવિકા જૈન દુબઈનાં  હસ્‍તે થશે.

મુખ્‍ય લાભાર્થી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની ઉત્તમ ભાવના આ ઉપાશ્રય માં સાકાર થઈ છે. ઉપાશ્રય ની જગ્‍યા માં સ્‍થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધના કરવા કરાવવામાં આવશે.

 અનેક ધર્મસ્‍થાનકોનાં ખેતાણી પરિવાર એ મુખ્‍ય લાભાર્થી સ્‍વરૂપે લાભ લીધેલ છે. તેમની ઉદાત્ત ભાવના એ છે કે મુખ્‍ય લાભાર્થી પરિવાર હોવા છતાં ઉદઘાટન પ્રસંગે કયાંય કયારેય ઉપસ્‍થિત રહેતા નથી. અન્‍ય સાધર્મિક નાં વરદ હસ્‍તે જ ઉદ્‌ઘાટન કરવા શ્રી સંઘને પ્રેરણા આપે છે.

આશરે ૪૫ વર્ષથી સ્‍થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથ ચારેય ફીરકા નાં સંત-સતીજીની સ્‍વદ્રવ્‍યથી નિર્માણ ભાવનાથી વૈયાવચ્‍ચ કરી રહ્યા છે. જે આ કાળમાં આヘર્યકારક ઘટના છે. હજારો સંત-સતીજી નાં સાચાં અમ્‍મા પિય્‍યા છે. ઉપાશ્રય નિર્માણનું આયોજન ખેતાણી પરિવારની પવિત્ર ધર્મભાવના અને પૂજ્‍ય સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા પૂજ્‍ય પારસમુનિ મહારાજ સાહેબના ધર્મોપદેશ નાં પ્રેરણા પ્રકાશે અમો શ્રી સંઘ સફળતા પૂર્વક કરી શકયા છીએ.

તા. ૧૧ જાન્‍યુઆરી રવિવારે ઉદ્‌ઘાટન પ્રસંગે પૂજ્‍ય દેવેન્‍દ્રમુનિ મહારાજ સાહેબ, જશ - ઉત્તમ - પ્રાણ પરિવાર તથા સંઘાણી સંપ્રદાય લીંબડી સંપ્રદાય તથા અન્‍ય રાજકોટમાં બિરાજિત સર્વ સંત સતીરત્‍નો પધારશે. સર્વ સંઘો, દિલેર દાતાશ્રીઓ, જૈન અગ્રણીઓ તથા સર્વે શ્રાવક શ્રાવિકાઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. રૂડાનગર - ૩ આદિત્‍ય વનની સામેની શેરી, ઇસ્‍કોન મંદિરની બાજુમાં, રૂડાનગર શેરી નં. ૧, કાલાવડ રોડ રાજકોટ

રાજકોટ શહેરમાં સૌ પ્રથમવાર તા. ૧૦ જાન્‍યુઆરી શનિવારે સાંજે ૫ કલાકે જૈનમ - જીવિકા જૈન દ્વારા આત્‍મીય વિશ્વવિદ્યાલયનાં ઓડિટોરિયમ માં જૈનીઝમ પર એક સેમિનાર રાખવામાં આવ્‍યો છે. જેમાં જૈન ધર્મ શું છે? જૈન ધર્મ જીવનમાં અપનાવવાથી તમારા જીવનમાં શું ફેરફાર આવે છે? જૈન ધર્મ તમે પણ તમારાં રોજિંદા જીવનમાં કેવી રીતે સરળતાથી અપનાવી શકો છો? જૈન ધર્મમાં પાંચ પર્વતિથિ નું આધ્‍યાત્‍મિક અને વૈજ્ઞાનિક મહત્‍વ શું છે? તેની શરીર અને મન પર શું અસર થાય છે? જૈન ધર્મ અમે કેવી રીતે અમારાં જીવનમાં લાવ્‍યા? અને તેનાથી અમોને શું લાભ થયો? આદિ વિષય પર મનનીય વક્‍તવ્‍ય આપશે.

માત્ર ૧૪ વર્ષનાં જૈનમ જૈન અને ૧૧ વર્ષની જીવિકા જૈન બંને ભાઈ - બેન અનેક સુખ સુવિધા વચ્‍ચે પણ જૈનીઝમ વિશે મોટીવેશનલ સ્‍પીચ આપી જૈનીઝમ નાં મોટિવેશનલ સ્‍પીકર સ્‍વરૂપે વિખ્‍યાત છે. તેને સાંભળવા એક લ્‍હાવો છે.

દરેક જૈનો એ વહેલા તે પહેલાંનાં ધોરણે રજીસ્‍ટ્રેશન ઓનલાઈન કરાવી અવશ્‍ય આ સેમિનારમાં પધારવું. ખાસ આપનાં બાળકો ને લાવવા જેથી તેને પ્રોત્‍સાહન મળે કે હું પણ કંઇક બની શકું છું. સેમિનાર ફ્રીમાં છે. સ્‍થળ : આત્‍મીય વિશ્વવિદ્યાલય, ઓડિટોરિયમ કાલાવડ રોડ,રાજકોટ સંપર્ક ૯૧ ૯૮૨૫૮ ૮૨૫૭૯

જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ - મુંબઈ અને જીવો - રાજકોટનાં સંયુક્‍ત સાહસ સ્‍વરૂપ જૈન ભોજનાલય - રાજકોટને ત્રણ વર્ષ પુરા થયા. ત્રણ વર્ષમાં ૫,૮૩,૮૨૧ સાધર્મિકોએ લાભ લીધેલ છે.

અનેક નામી અનામી દાતાશ્રીઓ તથા શ્રેષ્ઠીઓ પ્રત્‍યે સમસ્‍ત ટ્રસ્‍ટીગણ આભાર વ્‍યક્‍ત કરે છે. આપ સર્વે નાં સાથ - સહયોગ અને સહકાર થી જ અમારૂં આ સેવા કાર્ય અવિરત અસ્‍ખલિત પ્રવાહે ચાલી રહ્યું છે. જૈન ભોજનાલયમાં અડદિયા વિતરણ ચાલુ છે, તેનો ૫૦૦ ગ્રામ નો નકરો ૨૭૫, એક કિલોનો નકરો ૫૫૦ રાખવામાં આવેલ છે.

પૂજ્‍ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબ મહાશિવરાત્રિ તા. ૧૫ ફેબ્રુઆરી-ર૬ રવિવારથી મહાશિવરાત્રિ તા. ૭ માર્ચ-૨૦૨૭ સુધી અખંડ મૌન ગ્રહણ કરી રહ્યા છે. ત્‍યારે ગુરુભક્‍તો અને  શ્રી વણિક જૈન સંઘ - કાલાવડ દ્વારા આરાધના અનુમોદના અવસરનો કાર્યક્રમ તા. ૧પ ફેબ્રુઆરીનાં રાખવામાં આવેલ છે. જેમાં સર્વે સંઘો, ગુરુભકતો અને શ્રાવક શ્રાવિકાઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. તેમ જીવોનાં પ્રેસિડેન્‍ટ શ્રી મયુર શાહની યાદીમાં જણાવ્‍યું છે.

(2:34 PM IST)