<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

શહેરમાં સીઝનલ રોગચાળો ઘટયો : શરદી - તાવ - ઉધરસ - ઝાડા - ઉલ્‍ટીના ૧૭૦૧ કેસ

મનપા દ્વારા ૧૨૭૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૫૧૨ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છરજન્‍ય રોગચાળામાં ડેન્‍ગ્‍યુના ૧ દર્દી : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૩૩ને નોટીસ

રાજકોટ, તા.૨૯: શહેરમાં મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળાનો પગપેસારો ઓછો થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૭૦૧ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૧ કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૨ થી ર૮ ડિસે. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાનો ૧ કેસ

છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુનો ૧ કેસ નોંધાયો છે.

શરદીતાવના ૧૭૦૧ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૨૯ તેમજ સામાન્‍ય તાવના ૬૩૩ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૩૮ તથા ટાઇફોઇડના ૧ સહિત કુલ ૧૭૦૧ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૦૮૦૫ તેમજ સામાન્‍ય તાવના ૩૮૮૯૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૯ર૩૦ તથા ટાઇફોઇડના ૯૯ તેમજ કમળાના ૧પર કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૩૩ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧ર૭૮૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૫૧૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૧૬૩ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૩૩ લોકોને નોટીસ આપવામાં આવી હતી.

(3:42 PM IST)