<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

આર્યા ક્‍લબ અને વાઈબ ટ્રાઈબ દ્વારા થર્ટીફર્સ્‍ટની ઉજવણી કરાશેઃ ગુજરાતી ગીતો સાથે ભક્‍તિના ગીતો પણ ગુંજશે

૧૧૦×૪૫નું વિશાળ સ્‍ટેજ, સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા, માયર પેન્‍થર હાઈવોલ્‍ટેજ સાઉન્‍ડઃ સિસ્‍ટમ્‍સ ઉપર રાજકોટીયન્‍સ ઝૂમી ઉઠશેઃ પાસ બૂકીંગ ચાલુ

રાજકોટઃ નવા વર્ષને વેલકમ કરવા લોકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે ત્‍યારે ૩૧ ડિસેમ્‍બરનું અલગ અલગ જગ્‍યાઓ પર આયોજન થઈ રહ્યું છે ત્‍યારે રાજકોટના કાલાવડ રોડ છાપરા ગામ સ્‍થિત આર્યા  ક્‍લબ એન્‍ડ રિસોર્ટમાં ઇન્‍ટરનેશનલ ડીજે આર્ટિસ્‍ટ લેરા નોવા અને ટ્રેપર એક્‍સ સાથે ગુજરાતનું ગૌરવ એન્‍કર સિગર તેજસ શિશાંગીયા રાજકોટમાં ધૂમ મચાવશે.

આમ તો ડીજે માં ઇંગ્‍લિશ ગીતો, હિન્‍દી ગીતો વાગતા હોય છે પરંતુ આ આયોજનની અંદર ગુજરાતી ગીતો સાથે ભક્‍તિના ગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો આર્યા ક્‍લબ એન્‍ડ રિસોર્ટમાં થનાર આ આયોજનમાં ૧૧૦x૪૫નું વિશાળ સ્‍ટેજ, સિક્‍યોરિટી, સીસીટીવી, ગુજરાતની એક માત્ર સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ માયર પેંથર હાઇ વોલ્‍ટેજ સાઉન્‍ડથી લોકો જુમી ઉઠશે અને વિશાળ લોન ગ્રાઉન્‍ડની અંદર રંગીલા રાજકોટ વાસિયો ૩૧ ડિસેમ્‍બરની ઉજવણી કરશે, ૩૧ ડિસેમ્‍બરમાં લોકો આરામથી ઉજવણી કરી શકે તેના માટે આયોજકો દ્વારા સંપૂર્ણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

પાસનું બુકિંગ બુક માય શો, ઓલ ઇવેન્‍ટસ, વાઉસલીમાં એપ્‍લિકેશનમાં લોકો પાસ લઈ શકશે, ઓફ લાઇન બુકિગ આર્યા ક્‍લબ અને અમીન માર્ગ, બિઝનેશ સેન્‍ટ્રમ, ૫મો માળ ઓફિસ નંબર ૫,૬,૭ રાજકોટ ખાતે મળી શકશે, ૭૫૦૦૦ ૨૫૭૨૫, ૯૫૮૬૭ ૨૧૮૮૮ પર પાસનું બુકિગ કરાવી શકાશે.

આયોજનને સફળ બનાવવા  નીતિનભાઈ વાડોલિયા, કેતનભાઈ ટાંક, ધર્મેન્‍દ્રભાઈ વાડોલિયા અને મીડિયા કો ઓર્ડિનેટર નિલેશ શીશાંગીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:47 PM IST)