<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

જંગલેશ્વરના ૩પ હજાર લોકો અંગે સૂનાવણી શરૂઃ મામલતદાર કચેરીએ ટોળા

મોટાભાગના પાસે લાઇટબીલ-વેરાબીલ છેઃ અન્‍ય કોઇ સરકારી પુરાવા નથીઃ આ લોકોની માંગણી જંત્રી પ્રમાણે રકમ ચૂકવવા તૈયાર : કુલ ૧૩૦૦થી વધુને નોટીસોઃ બુધવાર સુધી સનાવણી ચાલશેઃ ૪૦૦ કરોડની ૧ લાખ ચો.મી. જમીન પરના દબાણનો મામલો

જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ કરનાર ૧૩૦૦ લોકોને નોટીસો ફટકારાઇ છે, તે અંગે પૂર્વ મામલતદાર કચેરી ખાતે સુનાવણી શરૂ થતા જંગલેશ્વરના ટોળા ઉમટયા હતા. ત્રણ દિવસ સુનાવણી ચાલશે, પોલીસ બંદોબસ્‍ત પણ રખાયો છે.

રાજકોટ, તા. ર૯: જંગલેશ્વર વિસ્‍તારમાં ૧ લાખ ચો.મી. થી વધુ ૪૦૦ કરોડની સરકારી જમીન પરના દબાણો હટાવવાની પ્રક્રિયાના ભાગરૂપે આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે ૧૩૫૦ દબાણકર્તાઓનું હિયરિંગ શરૂ કરવામાં આવ્‍યું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં અસરગ્રસ્‍તો પોતાના આધાર-પુરાવા સાથે કચેરીએ ઉમટયા હતા. મોટાભાગના લોકો પાસે લાઇટ બિલવેરા અને બિલ સિવાય અન્‍ય કોઇ સરકારી પુરાવા રજૂ કર્યા ન હતા. તંત્ર દ્વારા વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે અલગ-અલગ દિવસોમાં લોકોને બોલાવવામાં આવ્‍યા છે જેમાં સોમવાર ૫૯૦ લોકો,મંગળવાર ૫૪૦ લોકો,બુધવાર ૨૬૦ લોકોને બોલાવવામાં આવ્‍યા છે.  સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ત્રણ દિવસ દરમિયાન તમામના પુરાવા તપાસીને આગળની કાર્યવાહી થશે. જે લોકો પુરાવા રજૂ કરવામાં બાકી રહી જશે, તેમને વધુ એક તક આપીને ફરી નોટિસ ફટકારવામાં આવશે.

મામલતદાર શ્રી અજમેરા, મહે સર્કલ ઓફીસર શ્રી સત્‍યમ શેરલીયા તમામ લોકો પોતાના કાગળો રજુ કરી રહયા છે, જંગલેશ્વર વિસ્‍તારના આગેવાનો અને રહીશોએ પક્ષ રાખતા જણાવ્‍યું હતું કે, તેમની પાસે વર્ષો જૂના લાઈટ બિલ અને વેરા બિલ સિવાય કોઈ અન્‍ય સરકારી દસ્‍તાવેજ નથી. તેઓએ માંગ કરી છે કે, ‘અમે જંત્રીના દર મુજબ મકાન અને દુકાન ખરીદવા તૈયાર છીએ, પણ અમને બેઘર ન કરવામાં આવે.'

તંત્રની આ કાર્યવાહીના વિરોધમાં જંગલેશ્વરના રહીશો દ્વારા બે'દિ પહેલાજંગલેશ્વરથી હોસ્‍પિટલ ચોક સુધી વિશાળ રેલી કાઢી કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યા. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્‍ય નિરાકરણ નહીં આવે,  વડાપ્રધાન રાજકોટ કાર્યક્રમ દરમિયાન તેમને રૂબરૂ મળી રજૂઆત કરવાની ચીમકી રહીશોએ આપી છે.(૬.૧ર)

(2:31 PM IST)