તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી દ્વારા ઇ.એન.ટી.સર્જન ડો.સેજલ ભટ્ટનું સન્માન
ઇ.એન. ટી. સર્જન ડો. સેજલબેનની મેડીકલ સાયન્સ ક્ષેત્રેની સેવાઓ અનુકરણીય સાંસદ રામભાઇ મોકરીયા

રાજકોટ, તા. ર૯ : રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટીનાં સભ્યોના સ્નેહ મિલનનો સમારોહ સોસાયટીના શ્રી મનુભાઇ વોરા ઓપન એર થિયેટર,રુદ્રમુખી હનુમાનજી પરિસરમાં રાજ્ય સભાના સદસ્ય શ્રી રામભાઇ મોકરિયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ.આ પ્રસંગે કુલપતિ ઉત્ત્પલ જોશી ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાગત પ્રવચન સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ કરેલ.
આ પ્રસંગે રાજકોટ સીવીલ હોસ્પિટલનાં ઈ. એન. ટી. વિભાગના સિનિયર સર્જન ડો. સેજલબેન ભટ્ટનું તેની મેડિકલ સાયન્સ ક્ષેત્રની સેવાઓને બિરદાવી તેમનું ગરિમાપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.. તેમજ સોસાયટીના મુખપત્ર ઉજાસ ૨૦૨૫નું સાંસદ રામભાઇ મોકરિયા, કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશી અને ઉપસ્થિત મહાનુભાવોનાનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સન્માનિત ડો. સેજલબેન ભટ્ટે કોરોના મહામારી વખતે મ્યુકરમાયકોસિસ નાં દર્દીઓની સફળ સર્જરી તેમની ટીમ માટે કેટલી પડકાર રૂપ હતી તેની ટૂંકમાં માહિતી આપી હતી.
ઈ. એન. ટી. સર્જન ડો. સેજલબેનની મેડીકલ સાયન્સ ક્ષેત્રની સેવાઓને સાંસદ રામભાઇ મોકરિયાએ પોતાના અધ્યક્ષીય ઉદબોધનમાં બિરદાવી હતી અને કોરોનાના કપરા કાળ માં સતત બે મહિના સુધી રોજ ૧૫ કલાક સુધી ઓપરેશન કરી અને અનેક રાજકોટ વાસીઓની જાન બચાવી હતી. તે બાબતે તેણે અભિનંદન પાઠવેલા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ.ચાન્સેલર ડો.ઉત્ત્પલ ભાઈ જોષીએ પણ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે આ સોસાયટી સાથે અનેરો નાતો છે... અને છેલ્લા ઘણા વર્ષોમાં સોસાયટી એ હરણફાળ સમી પ્રગતિ કરી છે.. સાથો સાથ તેમણે ડો સેજલબેન ને પણ મેડીકલ સાયન્સ ક્ષેત્રે ઉત્કળષ્ટ કામગીરી બદલ અભિનંદન આપેલ. આ પ્રસંગે સોસાયટીનાં પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ ઉદ્યોગપતિ સજી મેથ્યુ, સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી અજયભાઈ જોશી , સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના મે. ટ્રસ્ટી અલ્કાબહેન વોરા અને વા. ચેરમેન કૌશિક મહેતા ઉપસ્થિત રહ્યા હતા .
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઈ ત્રીવેદી, સૌરાષ્ટ્ર એજયુકેશનલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો. રાજેશભાઈ કાલરીયા અને અને યુવા એડવોકેટ હાર્દિક જી. ડોડિયાએ કાર્યક્રમની સફળતા ઇરછતા સંદેશા પાઠવ્યાં હતાં.
(2:24 PM IST)










