તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
ગ્રીનલેન્ડ ચોકડી પાસે ‘હિટ એન્ડ રન': વેલનાથપરાના મહિલાનું મોત
મુળ મધ્યપ્રદેશના સુમલીબેન બામણીયા માર્કેટ યાર્ડમાં મજૂરી કરી ઘરે જતાં હતાં ત્યારે અજાણ્યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયો

રાજકોટ તા. ૨૯: મોરબી રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં વેલનાથપરામાં રહેતાં મુળ મધ્યપ્રદેશના મહિલાનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. જુના માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરી ગુજરાન ચલાવતાં મહિલા સાંજે યાર્ડ ખાતેથી ઘરે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ સાંજે સાડા સાતેક વાગ્યે ગ્રીનલેન્ડ મોરબી રોડ તરફના એચપી પેટ્રોલ પંપ સામેના રોડ પર અજાણ્યા મહિલાને અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેણીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ મહિલાની ઓળખ મોડેથી થઇ હતી. તેઓ મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં સુમલીબેન નગરૂભાઇ બામણીયા (ઉ.વ.૪૫) હાોવનું ખુલ્યુ઼ હતું. મૃતકના પતિ હયાત નથી. તેણીને સંતાનમાં ચા ર દિકરી અને બે દિકરા છે. આ પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે. સુમલીબેન યાર્ડમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે.
(2:19 PM IST)










