તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
જય જવાન જય કિસાન સોસાયટીમાં મનસુખભાઇ સિતાપરાનો આપઘાત
પાડોશી દૂધ આપવા આવ્યા ત્યારે લટકતા જોવા મળ્યાઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૯: મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં મનસુખભાઇ મોહનભાઇ સિતાપરા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે સાંજે ઘરમાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં મનસુખભાઇ સિતાપરા સાંજે ઘરે એકલા હતાં. આ વખતે પાડોશી દુધ આપવા આવતાં તેણે મનસુખભાઇને લટકતાં જોતાં દેકારો મચાવી દેતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. મનસુખભાઇના પુત્ર, પત્નિ રમાબેન સહિતને જાણ કરતાં તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. એ દરમિયાન કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી ગઇ હતી. તેના તબિબે મનસુખભાઇને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
બી-ડિવીઝન પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર મનસુખભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મનસુખભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. દિકરીઓ સાસરે છે અને સાંજે પત્નિ-પુત્ર કામ કરવા ગયા હતાં ત્યારે ઘરે એકલા હતાં તે વખતે અકળ કારણે પગલુ ભરી લીધું હતું. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
(2:17 PM IST)










