News of Monday, 29th December 2025
ભગવતીપરામાં પતંગ ઉડાડી રહેલા ૯ વર્ષના વિરલને ઘોડાએ પાટા માર્યા
મરૂન કલરનો ઘોડો બાળકને ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયો

રાજકોટ તા. ૨૯: શહેરમાં અવાર-નવાર રખડતાં ઢોર રાહદારીઓ, વાહનચાલકોને ઠોકરે લઇ લેતાં હોય છે. દરમિયાન ભગવતીપરા વિસ્તારમાં પતંગ ઉડાડી રહેલા ૯ વર્ષના બાળકને એક ઘોડો મોઢા-માથા પર પાટા મારી ભાગી જતાં ગંભીર ઇજા પહોંચી છે.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા શેરી નં. ૯માં રહેતો વિરલ વીનુભાઇ વાઘેલા (ઉ.વ.૯) ઘર પાસે પતંગ ઉડાડતો હતો ત્યારે અચાનક લાલ-મરૂન રંગનો ઘોડો આવ્યો હતો અને વિરલને પછાડી દીધો હતો. તેમજ મોઢા પર અને માથા પર પાટા મારી દેતાં બાળકે દેકારો મચાવી મુકતાં લોકો ભેગા થઇ જતાં ઘોડો ભાગી ગયો હતો. વિરલ લોહીલુહાણ થઇ જતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. ઘોડાને કારણે ઘાયલ થયેલો વિરલ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે અને ધોરણ-૩માં અભ્યાસ કરે છે
(2:17 PM IST)










