તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 29th December 2025
ત્રીવેણી સોસાયટીનો ગોપાલ ચોરાઉ બાઇક સાથે પકડાયો
ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડ કોન્સ કિશનભાઇ પાંભર, કોન્સ મહાવીરસિંહ જાડેજા અને સંજયભાઇ અલગોતરની બાતમી

રાજકોટ, તા.૨૯: શહેરના થોરાળા વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લૂંટ, વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ કરનારા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમારઝાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામાોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એસ.વી. ચુડાસમા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડ કોન્સ કિશનભાઇ પાંભર, કોન્સ મહાવીરસિંહ જાડેજા અને સંજયભાઇ અલગોતરને બાતમી મળતા સંતકબીર રોડ ત્રીવેદી ગેઇટ પાસે ત્રીવેણી સોસાયટીમાં રહેતો ગોપાલ મહેશભાઇ મેવાડા (ઉ.વ.૨૩)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીભો હતો. આ કામગીરી પીે.એસ.આઇ. એસ.વી.ચુડાસમા, એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડ કોન્સ. કિશનભાઇ પાંભર, કરણભાઇ કોઠીવાળ, અનુજભાઇ ડાંગર, કોન્સ.સંજયભાઇ અલગોતર, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઇ ગમારા દ્વારા કરવામાં આવી હતી.
(2:16 PM IST)










