તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
જનકલ્યાણ ટ્રસ્ટનો ૧૦માં વર્ષમાં પ્રવેશઃ કાલે આશાપુરા માતાજી મંદિરે રક્દાન કેમ્પ

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટનો દસમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ અંતર્ગત આવતીકાલે તા.૩૦ મંગળવારે ૫૦મો રક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યું છે.
આ ટ્રસ્ટ દ્વારા ૨૭-૭-૧૮ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે પીપળીયા હોલ ખાતે પ્રથમ રક્તદાન કેમ્પ થયેલ ત્યારથી દરેક રક્તદાન કેમ્પમાં સાથે સાથે ચક્ષુદાન-દેહદાન અને સ્કીન ડોનેશનના સંકલ્પ પત્રો ભરીને સમાજમાં ચક્ષુદાન-દેહદાન, સ્ક્રીન ડોનેશન અંગે જાગૃતતા માટે પણ અવિર પ્રયત્નો થઈ રહ્યા છે. ગત જુલાઈ ૨૦૨૨માં ટ્રસ્ટ દ્વારા ૧૧૧૧ બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ થયેલ અને સમાજના સહકારથી ઓછા સમયમાં ૧૧૨૯ બોટલ રક્ત પીડીતો અર્પણ કરેલ.
રક્તની જરૂરીયાતની ગંભીરતાને સમજીને તા.૩૦ મંગળવારે સાંજે ૫ થી ૧૦ આશાપુરા મંદિર પેલેસ રોડ ખાતે ૫૦માં રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં બહોળા પ્રમાણમાં રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરાઈ છે. સાથે સાથે ચક્ષુદાન, દેહદાન, અને સ્કીન ડોનેશનનો સંકલ્પ પત્રો પણ ભરવામાં આવશે.
તસ્વીરમાં ઉમેશ મહેતા (મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ ચેરમેન), પ્રદિપભાઈ પંડયા કાર્યાલય મંત્રી, અતુલભાઈ શાહ, નૈષિધભાઈ વોરા, ચોટલીયાભાઈ, રાજાણીભાઈ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:13 PM IST)










