તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
નિયમો અને પરિપત્રની ‘એસીતૈસી' : જનતાના ખર્ચે ઉર્જા વિભાગના ‘સાહેબો' ના જલસા! : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ‘પોલખોલ'
રાજકોટમાં યોજેલી પત્રકાર પરિષદમાં યુનિયનના તાયફાથી લઇ ભરતીના ભ્રષ્ટાચારના મુદે વેધક સવાલો ઉઠાવ્યા

રાજકોટ તા.૨૭: આપના યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સરકારના વિવિધ વિભાગોનો ભ્રષ્ટાચાર સપાટી ઉપર લાવી પ્રજાના પ્રશ્ને લડતનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુવા અધિકાર ન્યાય ચળવળના નામે વિવિધ મુદે રજુઆતો અને લડત આપવામાં આવી રહી છે. આજે ઉર્જા વિભાગના અધિકારીઓના યુનિયનના તાયફા અને ભરતીના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં નીચેના મુદાઓ ઉઠાવી નિંભર તંત્રનો કાન આમળવામાં આવ્યો હતો.
ગુજરાતનો ઉર્જા વિભાગ એટલે ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું એપીસેન્ટર ?
હજી તો જામનગર GETCO માં લાઈનમેન ભરતીના કૌભાંડીઓના પાપ ધોવાયા નથી, ત્યાં ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો પોતાની નૈતિકતા વેચીને જૂનાગઢમાં ‘‘અધિવેશન'' ના નામે પ્રજાના પૈસાનું ધુમાડો કરવા ઉતરી પડ્યા છે.
પરીક્ષા કાલ પર અને અધિકારીઓ માલ પર!
આવતીકાલે ૨૮ ડિસેમ્બરે PGVCL ની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે. જે હજારો બેરોજગાર યુવાનોના નસીબનો ફેંસલો થવાનો છે, તેની જવાબદારી જે અધિકારીઓના ખભે છે, એ સાહેબો આજે જૂનાગઢના દરબારમાં ‘‘તાયફા'' કરવામાં વ્યસ્ત છે. જે દિવસે ફિલ્ડ પર એક-એક અધિકારીઓની હાજરી હોવી જોઈએ, તે દિવસે આખું એસોસિએશન ‘‘પિકનિક'' મનાવી રહ્યું છે. શું આ પરીક્ષામાં ગેરરીતિ થાય તેની રાહ જોવાય છે ?
યુનિયનના તાયફામાં ‘કોના બાપની દિવાળી'?
જૂનાગઢમાં જે દ્રશ્યો છે તે જોઈને લોહી ઉકળી ઉઠે તેમ છે. કાયદા સામાન્ય જનતા માટે છે, આ ‘સાહેબો' માટે નહીં!
વીજ ચોરી કે સીનાજોરી?
આશરે ૨ કિલોમીટર સુધી ૧૧ કેવી (11 KV) ની લાઇન કયા નિયમ હેઠળ નાખવામાં આવી ? સામાન્ય ખેડૂત કનેક્શન માંગે તો ધક્કા ખવડાવો છો અને યુનિયનના અંગત મનોરંજન માટે રાતોરાત લાઇન ખેંચાઈ જાય છે ? આ લાઇન નાખવાનો ખર્ચ શું અધિકારીઓના પગારમાંથી કપાશે ?
નિયમોનું ખૂન
એક જ પ્રીમાઇસિસમાં બે-બે વીજ જોડાણ અને તે પણ બે અલગ-અલગ ફીડરથી! આ ટેકનિકલ જોખમ નથી, આ તો વીજ કર્મીઓના જીવ સાથેની રમત છે. જો કોઈ લાઈનમેન શોર્ટ સર્કિટથી મરે, તો શું આ એસી ઓફિસમાં બેસતા એન્જિનિયરો ફાંસીએ ચડશે ?
મોદી સાહેબ વળક્ષારોપણની વાતો કરે અને મળતી માહિતી મુજબ આ ઉર્જા વિભાગના ‘‘સુશિક્ષિત'' એન્જિનિયરોએ પોતાના મંડપ/ડોમ નાખવા માટે લીલાછમ વળક્ષોનું કતલખાનું ખોલ્યું છે. શું જંગલ ખાતું આ અધિકારીઓના ખિસ્સામાં છે ?
પરિપત્ર તો શું ખાલી નાગરિકો માટે જ છે શું અધિકારીઓ માટે નહીં ?
૨૪ તારીખે GETCO એ પરિપત્ર (No. ૨૯૩૨) બહાર પાડીને ઠાવકાઈથી કહ્યું કે ‘કોઈ અધિકારીએ હેડક્વાર્ટર છોડવું નહીં'. તો શું જૂનાગઢમાં ભેગા થયેલા આ સેંકડો અધિકારીઓ પાસે લેખિત મંજૂરી છે? જો નથી, તો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની હિંમત તંત્ર બતાવશે ? કે પછી આ પરિપત્ર માત્ર કર્મચારીઓને ડરાવવા માટે જ હતો ?
જનતાનો સવાલઃ આ કચેરી છે કે અધિકારીઓનું અડ્ડિંગો?
સરકારી ગાડીઓ, સરકારી ડીઝલ, સરકારી કર્મચારીઓ અને સરકારી સમય - બધું જ યુનિયનના ખાનગી પ્રોગ્રામ માટે વાપરવામાં આવી રહ્યું છે. જનતાના ટેક્સના પૈસાથી તમારા એસોસિએશનના જલસા શું કામ ?
સામાન્ય માણસ કનેક્શન માટે લાખોની ડિપોઝિટ ભરે ત્યારે તેને વીજળી મળે છે, તો આ મસમોટા કાર્યક્રમ માટે ડિપોઝિટ કોણે ભરી? કે પછી બધું જ ‘સાહેબ' ના આશીર્વાદથી મફત ?
જો આવતીકાલની પરીક્ષામાં કોઈ પણ ખામી રહી અથવા રાજ્યમાં કયાંય પણ વીજ પુરવઠો ખોરવાયો અને જનતાને હાલાકી પડી, તો આ માટે માત્ર અને માત્ર આ ‘તાયફાબાજ' એન્જિનિયરો અને તેમને છાવરતા ઉચ્ચ અધિકારીઓ જવાબદાર રહેશે. જનતા હવે જાગી ગઈ છે, તમારા આ ભ્રષ્ટાચારી ‘અધિવેશનો' ને હવે સબક શીખવાડવાનો સમય પાકી ગયો છે.
ઉર્જા વિભાગઃ ભરતી કૌભાંડથી લઈને યુનિયનના
તાયફા સુધી પ્રજાના પૈસાની દિવાળી કોણે મનાવી ?
રાજકોટ તા.૨૭: ગુજરાતમાં ઉર્જા વિભાગનું નામ આવે એટલે હવે ‘‘વીજ'' નહીં, વિવાદ યાદ આવે છે. ભરતીમાં કૌભાંડ, એપ્રેન્ટિશિપમાં ગેરરીતિ,ઓનલાઈન સિસ્ટમેટિક સ્કીમ, લાઇનમેનના જીવ સાથે ખેલ અને પછી સંપૂર્ણ મૌન.
*જામનગર GETCOની એપ્રેન્ટિશિપ લાઈનમેન ભરતીમાં થયેલા કૌભાંડ પર
ન સજા, ન તપાસ, ન જવાબદારી. ફક્ત ફાઇલોમાં ધૂળ અને મેદાનમાં તાયફા.
* ...અને હવે તો હદ એ છે કે, ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ એક તરફ PGVCL ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા - જેમાં ઉંચ અધિકારીઓ અને એન્જિનિયરોની સીધી જવાબદારી. અને બીજી તરફ GEB Engineers Association નું ૨૭મું ત્રિ-વાર્ષિક અધિવેશન જૂનાગઢમાં! પ્રશ્ન સરળ છે ラ પરીક્ષા મહત્વની કે પિકનિક?
* મહત્વનો સવાલ એ પણ છે કે બે કિલોમીટર ૧૧ KV લાઈન કોના બાપની દિવાળી? આ કાર્યક્રમ માટે આશરે ૨ કિ.મી. ૧૧KV લાઈન નાખવામાં આવી. પ્રશ્ન એ નથી કે લાઈન નાખી પ્રશ્ન એ છે કે કોના પૈસે? કોના આદેશે? કોના લાભ માટે?
* એક જ પ્રીમાઈસિસમાં બે ટેમ્પરરી વીજ કનેક્શન, બે અલગ ફીડરનો પાવર
* શું નિયમો હવે યુનિયન અને આમ જનતા પ્રમાણે બદલાય છે?
એક જ પ્રીમાઈસિસમાં બે વીજ જોડાણ અને એક જોડાણમાં બે ફીડરનો પાવરના કારણે જો એક લાઈન ફોલ્ટ આવે અને ફોલ્ટ એટેન્ડ કરતાં કર્મચારીને અકસ્માત થાય તો જવાબદારી કોની? યુનિયનની કે ઉર્જા વિભાગની?
* સામાન્ય નાગરિક માટે નિયમ, યુનિયન માટે રાતોરાત રહેમ?
સામાન્ય નાગરિક, ટેમ્પરરી વીજ જોડાણ માટે મહિનાઓ સુધી ઓફિસોના ધક્કા ખાય, લાખો રૂપિયાનું ડિપોઝિટ ભરે અને અહીં ખાનગી યુનિયનને રાતોરાત મસમોટું વીજ કનેક્શન, બે ફીડર, બે જોડાણ, ખાસ વ્યવસ્થા પ્રશ્ન એ છે ラ આ આશીર્વાદ કોના? કઈ સહીથી? કયા નિયમ હેઠળ?
* સ્ટાફની અછત, છતાં યુનિયનના તાયફામાં ફરજ
આજ પરિસ્થિતિમાં ટેકનિકલ સ્ટાફની ભારે અછત છે, ૨૪×૭ વીજ પુરવઠા માટે સેંકડો કર્મચારીઓ ફરજ પર હોવા જોઈએ છતાં સેંકડો કર્મચારીઓને યુનિયનના અંગત કાર્યક્રમમાં રોકી દેવામાં આવ્યા. કર્મચારીઓ જનતાના સેવક છે ラ યુનિયનના મજૂર નહીં.! જો એ દરમિયાન કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય, અકસ્માત થાય, જાનહાનિ થાય તો જવાબદારી કોની? મોજ માણતા એન્જિનિયરોની કે મૌન બેઠેલા વિભાગ વડાની?
કહેવાય છે કે ‘સરકારી કાયદા તો માત્ર ગરીબ અને સામાન્ય જનતાને નડવા માટે હોય છે', આ વાત આજે ગુજરાતના ઉર્જા વિભાગ અને તેના ‘‘સાહેબો'' સાચી સાબિત કરી રહ્યા છે. એક તરફ GETCO એ હજુ ત્રણ દિવસ પહેલા જ પરિપત્ર (No. ૨૯૩૨) બહાર પાડીને આદેશ આપ્યો કે કોઈ અધિકારીએ મંજૂરી વગર હેડક્વાર્ટર છોડવું નહીં, અને બીજી તરફ આખું એન્જિનિયર એસોસિએશન જૂનાગઢમાં ૨૭ માં ત્રિ-વાર્ષિક અધિવેશનના નામે ‘‘તાયફા'' કરવા એકઠું થઈ રહ્યું છે.
જેટકોનો હેડકવાર્ટર છોડવા ઉપરનો પરિપત્ર પત્રકાર પરિષદમાં રજુ કરી કાર્યક્રમમાં ગયેલા અધિકારીઓ રજા રિપોર્ટ મુકયો કે નહિ ? કંન્ટ્રોલીંગ ઓફિસરની લેખિત મંજુરી લીધી કે નહિ? કાર્યક્રમમાં વપરાતા સરકારી વાહનો સેવા માટે કે સીન સપાટા માટે? યુનિયનના અંગત કાર્યક્રમમાં વપરાતા વાહનોમાં થનારૂ ડીઝલનું આંધણ, ઘસારો, ડ્રાઇવરના ખર્ચ, કોણ ભોગવશે અધિકારી કે આમ જનતા? આ સ્થળે સેંકડો વૃક્ષોનું નિકંદન નિકળ્યુ કોઇએ પર્યાવરણની મંજુરી લીધી? ‘‘એક પેડ માં કે નામ'' અભ્યાનના શપથ લેતા અધિકારીઓએ વૃક્ષો કાપવા મંજુરી લીધી? સહિતના મુદા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.
(3:18 PM IST)










