<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

બાલભવનમાં વેશભૂષા સ્‍પર્ધા : ભુલકાઓએ વિવિધ પરિધાનમાં આકર્ષણ જમાવ્‍યુ

રાજકોટ : બાલભવનમાં યોજાએલ વેશભૂષા સ્‍પર્ધામાં ભૂલકાઓએ અવનવા પરિધાન સાથે આકર્ષણ જમાવ્‍યું હતું.એચકેજી થી બે ગૃપમાં ડેનિશ જોબાનપુત્રા -પ્રથમ, જિયાંશ વાઘેલા - દ્વિતિય, કાવ્‍યા બારૈયા - તૃતિયા, વિહાન લીલા - ચતુર્થ અને મિસરી મોવળીયા - પાંચમાં સ્‍થાને. તથા ધો. ૬થી ૧૦ ગૃપમાં ત્રીશા ભટ્ટ - પ્રથમ, ખુશ કલ્‍યાણી - દ્વિતિય, રાજ તિરૂવા - તૃતિય, દેવ સાપરિયા - ચતુર્થ અને મન્‍સ્‍વી ટાટમિયા - પાંચમાં સ્‍થાને વિજેતા જાહેર થયા હતા. મેયર નયનાબેન પેઢડિયા, કશ્‍યપભાઇ રાવલ, બાલભવન રાજકોટમાં ટ્રસ્‍ટી ડો. અલ્‍પાબેન ત્રિવેદી તથા ડો. યજ્ઞેશભાઇ જોષી ઉપસ્‍થિત રહેલ. નિર્ણાયક રીટાબેન જોબનપુત્રા અને ચેતસભાઇ ઓઝાનાં હસ્‍તે વિજેતા બાળકોને ઇનામ, શિલ્‍ડ, પ્રમાણપત્ર આપીને સન્‍માનિત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્‍દ્ર પંડયાએ કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. 

 

 

(3:01 PM IST)