News of Saturday, 27th December 2025
જેતપુરના રમેશભાઇ નિમાવતનું રાજકોટમાં હૃદય બેસી જતાં મોત
છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે લઇ આવતી વખતે ગોંડલ રોડ પર બનાવ

રાજકોટ તા. ૨૭: જેતપુર રહેતાં રમેશભાઇ શાંતિલાલ નિમાવત (ઉ.વ.૪૫) રાજકોટમાં ગોંડલ રોડ પર બજાજ શો રૂમ પાસે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.
રમેશભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે કારખાનામાં મજૂરી કરતાં હતાં. અગાઉ તેમને હૃદયની તકલીફ થતાં ઓપરેશન કરાવ્યું હતું. ગત રાતે છાતીમાં દુઃખાવો શરૂ થતાં સારવાર માટે રાજકોટ લઇ આવતી વખતે ગોંડલ રોડ પર પહોંચ્યા ત્યારે બેભાન થઇ ગયા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:38 PM IST)










