<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ન્‍યારા સદ્‌ગુરૂદેવ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ દ્વારા શ્રીરામ ચરિત માનસ સમુહ પાઠ અને ભાગવત કથાનું આયોજન

૧લી જાન્‍યુઆરીથી ૯ તારીખ સુધી ભવ્‍ય આયોજનઃ દરરોજ સવારે ૮-૩૦ થી ૧ર-૩૦ દરમ્‍યાન સમુહપાઠ અને બપોરના ૩ થી ૬ દરમ્‍યાન પુજય મીરાબેન ભટ્ટની મધુર શૈલીમાં કથા વાંચનઃ નવ દિવસ દરમ્‍યાન રામવિવાહ, કૃષ્‍ણ જન્‍મ સહિતના ઉત્‍સવોની ઉજવણી થશેઃ દરરોજ બપોરે મહાપ્રસાદઃ ન્‍યારા સદ્‌ગુરૂદેવ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ દ્વારા સુંદર આયોજન : ભક્‍તોને એક જ મંડપ નીચે બે મહાન ગ્રંથોના શ્રવણનો લાભ મળશે : સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન 'શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠ'નું આયોજન, જ્‍યારે બપોરે ૩ થી ૬ દરમિયાન ‘શ્રીમદ્‌ ભાગવત નવાન્‍હ પારાયણ' : વિદ્વાન કથાકારો પ્રખર રામાયણી પૂજ્‍ય શ્‍યામસુંદરદાસજી મહારાજશ્રી (ચિત્રકુટવાળા) અને સુવિખ્‍યાત કથાકાર પૂજ્‍ય શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા અમૃતપાનઃ એક જ દિવસમાં ભક્‍તોને બે અલગ-અલગ કથાનો અને પૂજ્‍ય જયરામદાસજી મહારાજના પ્રવચનનો લાભ એક જ મંડપ નીચે મળશે

ન્‍યારા : રાજકોટ તા. ર૭: ન્‍યારા ગામે સદગુરૂ ભગવાનની પધરામણીના (૧૦૮)માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રથમ ફોટો શતાબ્‍દી નિમિતે પરમપુજય સદ્‌ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી તથા પુજય પાદ મહામંડલેશ્‍વર ૧૦૦૮ સદ્‌ગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના પ્રેરિત આજ્ઞા અનુમતિથી ‘‘શ્રી રામચરિત માનસ સમુહ પાઠ તથા શ્રીમદ્‌ ભાગવત નવાન્‍હ પારાયણ''નું શ્રી સદ્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ ન્‍યારા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ તા. ૩૧/૧ર/ર૦રપ અને બુધવારથી થઇ રહ્યો છે. અને પુર્ણાહુતિ તા. ૯-૧-ર૦ર૬ના રોજ થશે.

રાજકોટ - જામનગર રોડ પર આવેલા ન્‍યારા ગામે ૩૧ ડિસેમ્‍બર બુધવારથી ૯ જાન્‍યુઆરી ૨૦૨૬ શુક્રવાર સુધી ભક્‍તિનો માહોલ જામશે. શ્રી સદ્દગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ-ન્‍યારા દ્વારા પૂજ્‍ય સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્‍યપાદ મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ તેમજ પ્રેરણાથી ‘શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠ' તથા ‘શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ' નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ ન્‍યારા ગામમાં સદ્દગુરૂ ભગવાનના આગમનના ૧૦૮માં વર્ષમાં મંગલ પ્રવેશ અને શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે યોજાઈ રહ્યો છે.

ભવ્‍ય પોથી યાત્રા અને કથા પ્રારંભ

આ ધાર્મિક મહોત્‍સવનો પ્રારંભ તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવારના રોજ બપોરે ૪ કલાકે ભવ્‍ય પોથી યાત્રા સાથે થશે. આ પોથી યાત્રા ગોંડલ રામજી મંદિરના પરમ પૂજ્‍ય મહંત શ્રી જયરામદાસજી મહારાજશ્રીની પાવન ઉપસ્‍થિતિમાં ધામધૂમથી કાઢવામાં આવશે.

કથાનો વિધિવત પ્રારંભ તા. ૧-૧-૨૦૨૬, ગુરુવારથી થશે અને તા. ૯-૧-૨૦૨૬, શુક્રવારના રોજ પૂર્ણાહુતિ થશે.

વિદ્વાન કથાકારો દ્વારા અમૃતપાનઃ એક જ દિવસમાં ભક્‍તોને બે અલગ-અલગ કથાનો અને પ્રવચનનો લાભ એક જ મંડપ નીચે મળશે

જ્જ શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠ : વ્‍યાસપીઠ પર સુવિખ્‍યાત વિદ્વાન રામાયણી પરમ પૂજ્‍ય શ્રી શ્‍યામસુંદરદાસજી મહારાજશ્રી (ચિત્રકુટવાળા) બિરાજી સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.

જ્જ શ્રીમદ્‌ ભાગવત નવાન્‍હ પારાયણ : વ્‍યાસપીઠ પર સુવિખ્‍યાત કથાકાર પૂજ્‍ય શ્રી મીરાબેન ભટ્ટ બિરાજશે અને બપોરે ૩થી ૬ દરમિયાન તેમની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે.

આ ઉપરાંત મહંત શ્રી જયરામદાસજી મહારાજશ્રી નવ દિવસ સુધી ન્‍યારા ખાતે ઉપસ્‍થિત રહેશે તેમ જ શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠ તથા શ્રીમદ ભાગવત નવાન્‍હ પારાયણ ઉપર તેમની સુમધુર વાણીમાં તારીખ ૧ થી ૯ જાન્‍યુઆરી સુધી દરરોજ સાંજે ૬.૩૦થી ૭.૩૦ સુધી પ્રવચન આપશે

શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠઃ પાવન પ્રસંગો

કથાના નવ દિવસ દરમિયાન અનેક ભવ્‍ય ઉત્‍સવો ઉજવાશે.

તા. ૧-૧-૨૦૨૬ ગુરુવારના રોજ સવારે આઠ કલાકે આઠ પ્રારંભ

તા. ૨-૧-૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે શ્રી રામ જન્‍મ

તા. ૩-૧-૨૦૨૬, શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે શ્રી રામ વિવાહ

તા. ૪-૧-૨૦૨૬, રવિવારનો દિવસ વિશેષ  રહેશે, જેમાં સવારે ૮ કલાકે શ્રી રામ અર્ચના પૂજા.

અને અંતિમ દિવસે તા. ૯-૧-૨૦૨૬, શુક્રવારના રોજ રામ રાજ્‍યાભિષેક અને પૂર્ણાહુતિ યજ્ઞ સાથે કથાને વિરામ આપવામાં આવશે.

ભાગવત કથાના પાવન પ્રસંગો

ભક્‍તોને એક જ મંડપ નીચે બે મહાન ગ્રંથોના શ્રવણનો લાભ મળશે. સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન ‘શ્રી રામ ચરિત માનસ સમૂહ પાઠ'નું આયોજન છે, જ્‍યારે બપોરે ૩ થી ૬ દરમિયાન ‘શ્રીમદ્‌ ભાગવત નવાન્‍હ પારાયણ' યોજાશે, જેમાં સુવિખ્‍યાત કથાકાર પૂજ્‍ય શ્રી મીરાબેન ભટ્ટ પોતાની સુમધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે.

તા. ૩૧-૧૨-૨૦૨૫, બુધવાર : પોથી યાત્રા

તા. ૧-૧-૨૦૨૬, ગુરુવાર  : કથા પ્રારંભ

તા. ૨-૧-૨૦૨૬, શુક્રવાર  : કપિલ પ્રાગટ્‍ય

તા. ૩-૧-૨૦૨૬, શનિવાર : ધ્રુવ ચરિત્ર, નૃસિહ પ્રાગટ્‍ય

તા. ૪-૧-૨૦૨૬, રવિવાર : વામન પ્રાગટ્‍ય - બપોરે ૪ કલાકે જ્જ રામ પ્રાગટ્‍ય - સાંજે ૫ કલાકે જ્જ કૃષ્‍ણ પ્રાગટ્‍ય ઉત્‍સવ - સાંજે ૫:૩૦ કલાકે

તા. ૫-૧-૨૦૨૬, સોમવાર : જ્જ ગોવર્ધન પૂજા - અન્નકુટ ર્ં મહારાસ - સાંજે ૫ કલાકે

તા. ૬-૧-૨૦૨૬, મંગળવારઃ રૂક્ષ્મણી વિવાહ - સાંજે ૫:૩૦ કલાકે

તા. ૭-૧-૨૦૨૬, બુધવાર : સુદામા ચરિત્ર

તા. ૮-૧-૨૦૨૬, ગુરુવાર : કથા વિરામ

મહાપ્રસાદ અને સંપર્ક

ટ્રસ્‍ટ દ્વારા પધારેલા ભક્‍તો માટે દરરોજ બપોરે ૧૨ થી ૨:૩૦ અને સાંજે ૭:૩૦ થી ૯ દરમિયાન મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ આયોજન માટે શ્રી રાજુભાઈ પી. માનસાતા (૯૮૨૫૪ ૨૪૬૦૪), શ્રી હરગોવિદભાઈ બગડાઈ (૯૮૨૫૦ ૫૯૪૮૧) અને શ્રી રમેશભાઈ પીપળીયા (૬૩૫૧૮ ૩૪૩૩૦) જેવા અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ભવ્‍ય આયોજનને સફળ બનાવવા શ્રી સદ્દગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ સર્વશ્રી રાજુભાઈ માનસાતા, હરગોવિદભાઈ બગડાઈ, રાજુભાઈ નથવાણી, ભાવેશભાઈ માનસાતા, ભાવેશભાઈ પાબારી, ભાવેશભાઈ તન્ના, જતીનભાઈ માનસાતા તેમજ ન્‍યારા સ્‍થાનિક સમિતિના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારવા ટ્રસ્‍ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

વધુ માહિતી માટે શ્રી રાજુભાઈ માનસાતા, શ્રી આશાપુરા ઓટો સેન્‍ટર, ૮૦ ફુટ રોડ, સોરઠીયા વાડી ચોક પાસે, ડો. ચિરાગ પટેલની બાજુમાં, રાજકોટ, મો. ૯૮૨૫૪ ૨૪૬૦૪ પર સંપર્ક કરી શકાશે.

SHRI SADGURU DHYAN MANDIR TRUST, NYARA. / RTGS - NEFT IFS CODE: IBKL01642C1 / Ac No. : 471002001003978.

આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટી શ્રી રાજુભાઇ માનસાતા, હરગોવિંદભાઇ બગડાઇ, રાજુભાઇ નથવાણી, ભાવેશભાઇ માનસાતા, ભાવેશભાઇ પાબારી, ભાવેશભાઇ તન્‍ના, જતિનભાઇ માનસાતા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ ઉપરાંત રાજકોટના જાણીતા ધારાશાસ્‍ત્રી શ્રી લલીતસિંહ  શાહી, ચંદ્રકાન્‍ત દક્ષિણિ સહિતના અગ્રણીઓ તેમજ કમિટિ મેમ્‍બરો, રમેશભાઇ પીપળીયા, અરવિંદભાઇ સાવલીયા, ખોડાભાઇ ઝાલાવડીયા, મહેશભાઇ પીપળીયા, છગનભાઇ પીપળીયા, કેતનભાઇ ઝાલાવડીયા, પ્રવિણભાઇ માનસાતા તથા ઘનશ્‍યામભાઇ પીઠડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી સદ્‌ગુરૂદેવ રણછોડદાસજી બાપુ ૧૯૧૯માં કોટડા નારાયણથી અહીં પધારેલા પુજય શ્રી હરિચરણદાસજી બાપુની આજ્ઞાથી ર૦૧૯માં ૧૦૦ વર્ષ પુરા થયેલ હોય તેની ઉજવણીના ભાગરૂપે કથા અને સમુહપાઠનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. હાલમાં મંદિરમાં મહાદેવનું મંદિર ઉપરાંત ગૌવકલોધીર મહાદેવ પણ બિરાજે છે. રોજેરોજ મંદિરમાં પુજન, આરતી સહિતના કાર્યક્રમો યોજાઇ છે.

ઉપરોકત તસ્‍વીરમાં ન્‍યારા સદ્‌ગુરૂદેવ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ દ્વારા જાન્‍યુઆરી તા. ૧ થી ૯ દરમ્‍યાન શ્રી રામચરિત માનસ સમુહ પાઠ-શ્રીમદ્‌્‌ ભાગવત કથાનું આયોજન સંદર્ભે આજે મંદિરના ટ્રસ્‍ટીઓ રાજુભાઇ માનસાતા, હરગોવિંદભાઇ બગડાઇ, રાજુભાઇ નથવાણી, ભાવેશભાઇ માનસાતા, ભાવેશભાઇ પાબારી, ભાવેશભાઇ તન્‍ના, જતિનભાઇ માનસાતા તથા મંદિર ટ્રસ્‍ટના લીગલ એડવાઇઝરો એડવોકેટ લલિતસિંહ શાહી તથા ચંદ્રકાન્‍ત દક્ષિણી ‘‘અકિલા''ની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતાં પ્રસ્‍તુત તસ્‍વીરમાં ‘‘અકિલા''ના મોભી કિરીટભાઇ ગણાત્રા, પત્રકાર નયનભાઇ વ્‍યાસ તથા મંદિરના ટ્રસ્‍ટી દર્શાય છે. બાજુની તસ્‍વીરમાં ન્‍યારા મંદિર અને નીજમંદિર તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વીરોઃ સંદિપ બગથરીયા) 

 

(3:03 PM IST)